Video: મુંબઈના બાંદ્રામાં એક શૂટ માટે ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે જોવા મળ્યા શિખર ધવન

સોર્સ: gstv

ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શિખર ધવન ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. માયાનગરી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં શિખર ધવન તેની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે સ્પોટ થયા હતા. બંને એક ખાસ શૂટિંગના સિલસિલામાં બાંદ્રા પહોંચ્યા હતા, જ્યાં તેઓ કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ અંદાજમાં પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. શિખર અને સોફીની આ ખાસ ઝલકના વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેના પર ખૂબ પસંદગી વરસાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત