Video: મુંબઈ એરપોર્ટ પર નવાઝુદ્દીન સિદ્દીકી, ઝરીન ખાન અને ખેસારીલાલ યાદવ કેમેરામાં કેદ થયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો સ્પોટ થયા હતા. બોલિવૂડના શાનદાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને અભિનેત્રી ઝરીન ખાન પોતાના આગામી પ્રોજેક્ટ્સ અર્થે મુંબઈથી રવાના થતા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ સાથે જ ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ પણ એરપોર્ટ પર સ્ટાઇલિશ અંદાજમાં કેમેરામાં કેદ થયા હતા. ત્રણેય કલાકારોએ એરપોર્ટ ટર્મિનલ પર પાપારાઝી અને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેના વિઝ્યુઅલ્સ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
જાહેરાત












