Video: અમિતાભ બચ્ચનના પરિવારમાં સંપત્તિનો વિવાદ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પરિવારમાં સંપતિનો વિવાદ સામે આવ્યો છે..બીગ બીના મુંબઈ સ્થિત જલસા બંગલોને લઈ વિવાદ શરૂ થયો છે. બિગ બીના ભાઈ અજિતાભની પત્ની રમોલાએ આ બંગલો જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવા પર સવાલ ઉઠાવ્યા છે. રમોલાએ છેલ્લા 7 મહિનામાં રજિસ્ટ્રાર ઓફિસમાં તેની ઘણી વખત ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે તેમની જાણકારી વિના બંગલાની માલિકી જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરી દેવાઈ છે.. રમોલા બચ્ચનનો દાવો છે કે 'જલસા' અગાઉ તેમના નામે રજિસ્ટર્ડ હતો. ત્યારબાદ ઓગણીસ સો ત્રાણુની એક ગિફ્ટ ડીડ દ્વારા તેની માલિકી જયા બચ્ચનના નામે કરી દેવામાં આવી. રમોલાએ આ ટ્રાન્સફરની માન્યતા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેમને તેની જાણકારી ન હતી અને ન તો તેમણે તેના માટે પોતાની સંમતિ આપી હતી. કપોલ હાઉસિંગ સોસાયટીના રેકોર્ડમાં જયા બચ્ચનને બંગલાની માલિક દર્શાવવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રોપર્ટી કાર્ડમાં હજુ પણ રમોલા બચ્ચનનું નામ નોંધાયેલું છે. રમોલાએ માત્ર માલિકીના હકના હસ્તાંતરણને જ નહીં, પરંતુ તે પ્રક્રિયાને પણ પડકારી છે, જેના હેઠળ ઓગણીસ સો ત્રાણુંમાં ગિફ્ટ ડીડ તૈયાર કરવામાં આવી હતી. તેમની ફરિયાદ મુજબ, આ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવ્યા વિના સાદા કાગળ પર તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં સાક્ષીઓની સહી પણ ન હતી. અમિતાભ બચ્ચનનો બંગલો 'જલસા' જુહુમાં આવેલો છે, જે લગભગ દસ હજાર એકસો પચ્ચીસ ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યો છે. આ ભવ્ય બંગલો અમિતાભને વર્ષ ઓગણીસ સો બ્યાંસીમાં ભેટમાં મળ્યો હતો. અમિતાભ બચ્ચનની ફિલ્મ સત્તે પે સત્તાની શાનદાર સફળતા બાદ ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પીએ તેમને આ બંગલો ભેટમાં આપ્યો હતો.




