Video: મુંબઈના બાંદ્રામાં પ્રાજક્તા કોલી, મહિમા મકવાણા અને ઋત્વિક ભૌમિક સહિતના કલાકારો સ્પોટ થયા

માયાનગરી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આજે મનોરંજન જગતના અનેક યુવા સિતારાઓ સ્પોટ થયા હતા. લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને અભિનેત્રી પ્રાજક્તા કોલી, મહિમા મકવાણા, મેધા રાણા, પ્રસન્ના બિષ્ટ અને વંશિકા ધીર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા હતા. આ સાથે જ જાણીતા અભિનેતા ઋત્વિક ભૌમિક અને મિહિર આહુજા પણ બાંદ્રા ખાતે પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. તમામ કલાકારોએ કેઝ્યુઅલ અને કૂલ લુકમાં પાપારાઝીને હસતા મોઢે પોઝ આપ્યા હતા, જેના વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
જાહેરાત












