IMDbના ટોપ-10માં 'Dhurandhar' ના સ્ટાર્સનો દબદબો, રણવીર સિંહે સની દેઓલને પાછળ છોડ્યો; ટોચ પર છે 'યલિના'
આદિત્ય ધરની 'ધુરંધર' રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહા

આદિત્ય ધરની 'ધુરંધર' રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો અને તેની પ્રભાવશાળી કમાણીથી બધાને આશ્ચર્યચકિત કર્યા. OTT રિલીઝ પછી 'ધુરંધર' ઘણા દેશોમાં નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે અને હવે ફિલ્મ અને તેના સ્ટાર્સ IMDb પર પણ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. તાજેતરમાં IMDbએ 'લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઝ' ની યાદી બહાર પાડી, જેમાં 'ધુરંધર'ના સ્ટાર્સનો દબદબો રહ્યો હતો. ખાસ વાત એ છે કે, 'ધુરંધર' ના સ્ટાર્સે યાદીમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. તો, ચાલો જાણીએ કે 'ધુરંધર' ના કયા સ્ટાર્સ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
નંબર 1 પર છે આ નામ
IMDbની 'લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઝ' ની યાદીમાં સૌથી આશ્ચર્યજનક નામ સારા અર્જુનનું છે. સારા અર્જુન, જે 'ધુરંધર' માં 'યલિના' ની ભૂમિકા ભજવે છે, તે યાદીમાં ટોપ પર છે. સારા અર્જુન IMDbની લોકપ્રિય ભારતીય સેલિબ્રિટીઓની યાદીમાં ટોપ પર છે. આ સારાની પહેલી બોલિવૂડ ફિલ્મ છે અને તેના ડેબ્યુ સાથે અભિનેત્રીએ લોકપ્રિયતાનું એક નવું સ્તર હાંસલ કર્યું છે જે ઘણા સ્ટાર્સ વર્ષોના કામ પછી પણ નથી મેળવી શકતા. 'ધુરંધર' માં 'હમઝા' નું પાત્ર ભજવનાર રણવીર સિંહે પણ બીજું સ્થાન મેળવ્યું છે. આ સાથે રણવીર સિંહે સની દેઓલને પાછળ છોડી દીધો છે.
ધુરંધરના ડાયરેક્ટરનો પણ દબદબો
IMDb દ્વારા જાહેર કરાયેલી આ તાજેતરની યાદીમાં ફક્ત ફિલ્મના એક્ટર જ નહીં, પરંતુ ડાયરેક્ટર આદિત્ય ધરે પણ પોતાની છાપ છોડી છે. આ યાદીમાં આદિત્ય ધર છઠ્ઠા ક્રમે છે, જ્યારે ફિલ્મનો વિલન 'રહેમાન ડકેત' એટલે કે અક્ષય ખન્ના સાતમા ક્રમે છે. આ યાદીમાં ફક્ત 'ધુરંધર' ના એક્ટર જ નહીં પરંતુ 'બોર્ડર 2' અને 'મર્દાની 3' ના સ્ટાર્સ પણ શામેલ છે. સની દેઓલ ત્રીજા ક્રમે છે, જ્યારે 'મર્દાની 3' ની લેડી વિલન મલ્લિકા પ્રસાદ નવમા ક્રમે છે. ઝોયા અફરોઝ ચોથા ક્રમે છે અને સમારા તિજોરી પાંચમા ક્રમે છે.
આ યાદી કેવી રીતે તૈયાર કરવામાં આવી?
આ યાદી વિશ્વભરમાં 200 મિલિયનથી વધુ વિઝીટર્સના ડેટા પર આધારિત છે. IMDb એપ અને વેબસાઈટ પર જે સ્ટાર્સને સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે, તેમણે ટોપનું સ્થાન મળે છે. યાદી જાહેર થયા પછી કેટલાક યુઝર્સ યાદીથી ખુશ થયા હતા, જ્યારે અન્ય લોકો ખાસ ઈમ્પ્રેસ નહતા થયા, ખાસ કરીને સની દેઓલના ફેન્સ, જેમણે કહ્યું હતું કે સુપરસ્ટાર ટોપ પર હોવો જોઈએ. જોકે, આ અઠવાડિયાના રેન્કિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે 'ધુરંધર' એ માત્ર ભારતીય દર્શકોને જ નહીં પરંતુ વિદેશી દર્શકોને પણ પ્રભાવિત કર્યા છે.








