કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિતનો ભૌકાલ હવે જોવા મળશે થિયેટર્સમાં, 'Mirzapur: The Movie'ની રિલીઝ ડેટ આવી સામે

ઓટીટી દુનિયાના પ્રખ્યાત પાત્રો કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિત હવે સિનેમાઘરોમાં પોતાનો દબદબો બતાવશે. આજે ‘મિર્ઝાપુર: ધ મૂવી’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
પ્રાઇમ વિડિયોની લોકપ્રિય વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ હવે એક ફિલ્મ તરીકે મોટા પડદા પર આવવા જઈ રહી છે. મેકર્સે આજે ‘મિર્ઝાપુર: ધ મૂવી’ની રિલીઝ ડેટની જાહેરાત કરી દીધી છે. આ સમાચાર બાદ ફેન્સ કાલીન ભૈયા અને ગુડ્ડુ પંડિતના પાવરને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
4 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ
‘મિર્ઝાપુર: ધ મૂવી’ને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી છે. આજે મેકર્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી.
મેકર્સે જે પોસ્ટર શેર કર્યું છે તેમાં રેતી પર ઘણી ગાડીઓ દોડી રહી છે અને પાછળ એક મોટી ખુરશી એક કારમાં બાંધેલી છે. આ સાથે જ રિલીઝ ડેટ જાહેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘હવે જુઓ ભૌકાલ મોટા પડદા પર. ‘મિર્ઝાપુર: ધ મૂવી’ 4 સપ્ટેમ્બર 2026ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.’

