અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ઉમટ્યું બોલિવૂડ: ટ્રેડિશનલ આઉટફિટમાં પહોંચેલા સ્ટાર્સે ગ્લેમરથી ભરી દીધી સાંજ!

અંબાણી પરિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું છે. બાપ્પાના આ સ્વાગત અને પૂજા-અર્ચનામાં આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સામેલ થઈ હતી. સલમાન ખાનથી લઈને રણબીર કપૂર અને કેટરિના કૈફ સુધીના અનેક સ્ટાર્સ અંબાણી પરિવારના આ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. કેટરિના કૈફ અને વિક્કી કૌશલે પણ પોતાના લુકથી મહેફિલ લૂંટી લીધી હતી. આ સિવાય જાનહ્વી કપૂર અને અનન્યા પાંડેના સુંદર એથનિક લુકને પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, તો કરીના કપૂરે પણ પોતાના અંદાજથી રોનક વધારી દીધી હતી. જુઓ આ ખાસ તસવીરો-
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ
અંબાણી પરિવારની ગણેશ પૂજામાં સામેલ થયેલા કેટરિના કૈફ અને વિક્કી કૌશલ પર સૌ કોઈની નજર ટકેલી રહી હતી. આ પાર્ટીમાં એક્ટ્રેસ ઓલિવ ગ્રીન કલરના અનનાકલી સ્ટાઈલ સૂટમાં પહોંચી હતી, જ્યારે તેની સાથે ઓફ-વાઈટ કલરના કુર્તામાં વિક્કી કૌશલ જોવા મળ્યો હતો.
કરીના કપૂર, કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન
કરીના કપૂર, કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન પોતાના બંને બાળકો જેહ અને તૈમૂર સાથે નજરે પડ્યા હતા. કરીનાના લાઈટ પીળા રંગના સૂટની ચમકે પણ ખૂબ લાઈમલાઈટ બટોરી હતી. સૈફે લાલ રંગનો કુર્તો પહેર્યો હતો, જ્યારે કરિશ્મા ગુલાબી સાડી સ્ટાઈલ આઉટફિટમાં જોવા મળી હતી. જેહ અને તૈમૂર પણ પરંપરાગત લુકમાં નજરે પડ્યા હતા.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ એકસાથે જોવા મળ્યા હતા. એક્ટ્રેસે બેબી પિંક કલરની સાડી કૅરી કરી હતી, તો બીજી તરફ સિદ્ધાર્થે ફ્લોરલ પ્રિન્ટવાળો કુર્તો પહેર્યો હતો. બંનેએ પેપરાઝી સામે પોઝ આપ્યા હતા.
સલમાન ખાન
સલમાન ખાન આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા. તેઓ લાઈનિંગવાળા વાદળી શર્ટ અને જીન્સમાં પહોંચ્યા હતા. પોતાની હેરસ્ટાઈલ કવર કરવા માટે આ વખતે તેમણે હેટ નહીં, પણ માત્ર એક રૂમાલ માથા પર બાંધ્યો હતો. એક્ટરે પેપરાઝી સામે ખુશમિજાજ અંદાજમાં પોઝ આપ્યા હતા.
કાજોલ
કાજોલ પોતાના બંને બાળકો ન્યાસા અને યુગ સાથે બપ્પાના આ ઉત્સવમાં સામેલ થઈ હતી. આ પ્રસંગે એક્ટ્રેસે લાલ રંગની સાડી પહેરી હતી. બંને બાળકો પણ કાજોલ સાથે કેમેરા સામે પોઝ આપતા નજરે પડ્યા હતા.
જાનહ્વી કપૂર
જાનહ્વી કપૂરનો આ લુક તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસે લહેંગા-ચોલી સ્ટાઈલની સાડી પહેરી હતી. આ મલ્ટીકલર સાડીમાં પિંક શેડ વધુ ઊભરીને આવતો હતો.
કૃતિ સેનન
કૃતિ સેનન પોતાના દરેક લુકમાં અદ્ભુત લાગે છે. તેનો આ સાડીવાળો લુક પણ અત્યંત સુંદર હતો. એક્ટ્રેસ અહીં પોતાની બહેન નૂપુર સેનન સાથે પહોંચી હતી.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સૌથી સુંદર કપલ બનીને સામે આવ્યા હતા. આ પ્રસંગે આલિયાએ સ્લીવલેસ સાડી પહેરી હતી, જ્યારે રણબીર વાદળી રંગના કુર્તા અને તેના પર નેહરુ જેકેટ (કોટી) પહેરેલો જોવા મળ્યો હતો. રણબીર માટે આ પ્રસંગ ખાસ પણ હતો, કારણ કે તેની ફિલ્મ 'રામાયણ'નું પહેલું ગીત રિલીઝ થયું હતું.
રણવીર સિંહ
રણવીર સિંહ એકલા જ અંબાણી પરિવારના આ ઉત્સવમાં સામેલ થયા હતા. સફેદ કુર્તામાં એક્ટરે તમામનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. દીપિકા કદાચ પોતાની પ્રેગ્નન્સીના કારણે આ ઉજવણીમાં સામેલ થઈ શકી નહોતી.
અનન્યા પાંડે
અનન્યા પાંડે પીળા રંગની સાડીમાં નજરે પડી હતી. તેણે ખૂબ જ અલગ અને સુંદર ઈયરરિંગ્સ કૅરી કર્યા હતા. અનન્યાએ પણ પેપરાઝી સામે પોઝ આપ્યા હતા.

