2026ની 2 સૌથી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ, છતાં બનાવી ગઈ ક્યારેય ન તૂટે તેવો રેકોર્ડ!

બોક્સ ઓફિસનો હિસાબ માત્ર ફિલ્મની કમાણીથી નહીં, પરંતુ તેના કુલ બજેટથી પણ નક્કી થાય છે. યશની 'ટોક્સિક' અને થલપતિ વિજયની 'જન નાયકન' બંને 2026માં રિલીઝ થઈ, જે આ નિયમના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણો છે. IMDbની 2026ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં 'ટોક્સિક' ચોથા અને 'જના નાયકન' પાંચમા નંબરે રહી. જોકે, કરોડો કમાવા છતાં ટ્રેડ પંડિતો અને અહેવાલોએ વધુ પ્રોડક્શન કોસ્ટના કારણે બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર ફ્લોપ જાહેર કરી છે.
'KGF' ફેમ રોકિંગ સ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' ગીતુ મોહનદાસના ડાયરેક્શનમાં વિશાળ પાયે બનાવવામાં આવી હતી. કન્નડ અને ઈંગ્લિશમાં બનેલી આ એક્શન થ્રિલરમાં યશની સાથે કિયારા અડવાણી અને હુમા કુરેશી જેવા જાણીતા કલાકારો છે. અહેવાલો મુજબ ફિલ્મનું કુલ બજેટ લગભગ ₹500 કરોડ હતું. બોક્સ ઓફિસ પર ફિલ્મે ₹246.8 કરોડનું ડોમેસ્ટિક નેટ કલેક્શન અને ₹340.2 કરોડની જબરદસ્ત વર્લ્ડવાઈડ કમાણી કરી. આમ છતાં, 340 કરોડથી વધુ કમાવા છતાં તેનું પરિણામ સંતોષજનક નહોતું, કારણ કે તે પોતાના 500 કરોડના મોટા બજેટને રિકવર કરવામાં નિષ્ફળ રહી.
તમિલ ફિલ્મ 'જન નાયકન'ને પણ દર્શકો અને ક્રિટિક્સ તરફથી પ્રશંસા મળી હતી, જેને એચ વિનોથે ડાયરેક્ટ કરી હતી અને જેમાં થલપતિ વિજય, પૂજા હેગડે અને બોબી દેઓલે અભિનય કર્યો હતો. ફિલ્મે પ્રી-રિલીઝ રેવેન્યુમાં પહેલા જ ₹210 કરોડ કમાઈ લીધા હતા.
ફિલ્મનું કુલ પ્રોડક્શન બજેટ લગભગ ₹400 કરોડ હતું. બોક્સ ઓફિસ પર 'જન નાયકન'એ વર્લ્ડવાઈડ ₹328.4 કરોડ કમાયા, જેમાં તેનો પોતાનો શેર ₹148.9 કરોડ હતો. દુનિયાભરમાં 328 કરોડથી વધુ કમાવા છતાં, આ ફિલ્મ પોતાના ભારે બજેટ (400 કરોડ બજેટ)ના કારણે પ્રોફિટ કમાઈ શકી નહીં અને તેને ઓફિશિયલી ફ્લોપ જાહેર કરવામાં આવી.
જોકે 'ટોક્સિક' અને 'જન નાયકન'ને તેમના ભારે બજેટના લીધે હિટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ બંને ફિલ્મોએ પોતાની રિલીઝ પર થિયેટરોમાં ભારે ભીડ ખેંચી હતી.
જો આ બે સાઉથ સુપરસ્ટાર્સની ફિલ્મોના આંકડા ઉમેરવામાં આવે, તો તેની કુલ વર્લ્ડવાઈડ કમાણી ₹668.6 કરોડને પાર કરી ગઈ છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ એક મોટો રેકોર્ડ છે કે 'ફ્લોપ' ગણાયેલી બે ફિલ્મોએ મળીને થિયેટરમાંથી આટલી મોટી કમાણી કરી છે, જે ઘણી સુપરહિત ફિલ્મોની કુલ કમાણી કરતાં પણ વધુ છે.
'ટોક્સિક' અને 'જન નાયકન'નું બોક્સ ઓફિસ પર થયેલું આ પરિણામ ભારતીય ફિલ્મમેકર્સ માટે એક મોટો પાઠ છે. આનાથી સાબિત થાય છે કે માત્ર સ્ટાર પાવર અને 400-500 કરોડના બજેટથી ફિલ્મો નથી ચાલતી.
IMDbની ટોપ 10 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન મેળવવા છતાં અને નુકસાન વેઠ્યા બાદ, મેકર્સે ભવિષ્યમાં બજેટ કંટ્રોલ અને રિકવરી મોડેલ પર ગંભીરતાથી વિચારવું પડશે. દર્શકોએ આ ફિલ્મો જોઈ અને કરોડો રૂપિયા ખર્ચ્યા, પરંતુ ઓવર-બજેટિંગે આ બે મોટી ફિલ્મો પાસેથી 'હિટ'નો ટેગ છીનવી લીધો.

