કેમ પાત્રોને અંગત લાઈફ પર હાવી નથી થવા દેતી? એક્ટ્રેસે શૂટિંગ સેટના અનુભવો શેર કર્યા

એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ વેબ સિરીઝ ‘શક: ટ્રસ્ટ નો વન’ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીનું કહેવું છે કે તે પોતાના દ્વારા ભજવવામાં આવેલા પાત્રોની અસરને અંગત જિંદગી પર હાવી થવા નથી દેતી. અભિનેત્રીએ જણાવ્યું કે તેની અંદરનો એક્ટર ખૂબ જ સરળતાથી ઓન અને ઓફ થઈ જાય છે. એક્ટ્રેસે કહ્યું, “‘કટ’ શબ્દ સાંભળતાં જ હું બિલકુલ નોર્મલ થઈ જાઉં છું. સાચું કહું તો, હું એક સેકન્ડ માટે પણ કોઈ પણ ઈમોશનને મારી સાથે લઈને નથી ચાલતી.”
લોકો ઉડાવે છે મજાક
પરિણીતી ચોપરાએ આગળ કહ્યું, “આ વાત પર લોકો મારી મજાક પણ ઉડાવે છે કે હમણાં સુધી હું રોઈ રહી હતી, ચીસો પાડી રહી હતી અને જેવું ‘કટ’ બોલવામાં આવ્યું કે હું નોર્મલ થઈ ગઈ, હસવા લાગી. ઘણી વાર એવું બન્યું છે કે લોકો મને મારી જ નકલ કરીને બતાવે છે અને પૂછે છે કે ‘તું આ કેવી રીતે કરી લે છે?’ મને નથી ખબર, કારણ કે હું જાણીજોઈને એવું નથી કરતી.”
કેમ નથી રહેતો હેંગઓવર?
અભિનેત્રીનું કહેવું છે કે એક્ટિંગ કરતી વખતે તે પોતાના પાત્રમાં એટલી લીન થઈ જાય છે કે તે એ જ રીતે એક્ટ કરે છે અને જેવો કટ થાય છે, તે નોર્મલ થઈ જાય છે. તેણે કહ્યું, “એક્ટિંગ દરમિયાન ભલે હું ગમે તેટલું અનુભવું, પરંતુ મારાં આંસુ સાચાં હોય છે, ઈમોશન અને ફિઝિકલ મહેનત સાચી હોય છે અને જેવું ‘કટ’ બોલાય છે, હું વિચારું છું ‘ઓહ, કટ થઈ ગયું. હવે મારું કોઈ કામ નથી’. એટલે હું ખરેખર સ્વિચ ઓફ થઈ જાઉં છું. ભગવાનનો આભાર છે કે એવું છે, નહીંતર હું ખૂબ થાકી જાત. આજકાલ હું ઘણા ભારી-ભરખમ (ગંભીર) પાત્રો ભજવી રહી છું. જો તે પાત્રોનો હેંગઓવર મારા પર રહેત, તો હું એક કલાકાર તરીકે અને એક માણસ તરીકે પણ થાકી જાત અને હું આ એક કામ માત્ર એટલા માટે ન કરી શકું કારણ કે હું કોઈ ફિલ્મ કે શોમાં કોઈ રોલ કરી રહી છું.”
પરિણીતી ચોપરાએ કામ કરવાની પદ્ધતિ વિશે વાત કરી
તેણે આગળ કહ્યું, “હું એ ઈમોશનને મારા આખા દિવસ દરમિયાન રાખી શકું નહીં અને મારો આખો સમય બગાડી શકું નહીં. તે સેટની બહાર પણ મારૂ એક જીવન છે અને મારે તેને પણ જીવવાની છે. હું એવું ન કહી શકું કે આજે મેં એક ઈમોશનલ સીન કર્યો છે, તો મારે બર્થડે પાર્ટી માટે પણ એટલા જ ઈન્ટેન્સ (ગંભીર) મૂડમાં હોવું જોઈએ.”

