મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

GATE 2026 માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, રસ ધરાવતા ઉમેદવારો જલ્દી કરી લો અરજી

આજે એટલે કે 6 ઓક્ટોબરGATE 2026 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ છે. જે ઉમેદ

GATE 2026 માટે રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ, રસ ધરાવતા ઉમેદવારો જલ્દી કરી લો અરજી

આજે એટલે કે 6 ઓક્ટોબરGATE 2026 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી નથી કરી, તેઓ સત્તાવાર વેબસાઈટ gate2026.iitg.ac.in પર જઈને અરજી કરી શકે છે. આ પરીક્ષા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટી દ્વારા દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. આ પરીક્ષા ફેબ્રુઆરી 2026માં યોજાશે.

આજ પછી, ઉમેદવારો 9 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે રજીસ્ટ્રેશન કરી શકે છે. આ પરીક્ષા IITs, NITs, IISc અને અન્ય સંસ્થાઓમાં PG અને M.Tech કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. PSU કંપનીઓ દ્વારા ભરતી માટે GATE સ્કોર્સ પણ સ્વીકારવામાં આવે છે.

અરજી ફી

મહિલા/SC/ST/PWD ઉમેદવારો માટે અરજી ફી પ્રતિ ટેસ્ટ પેપર 1,000 રૂપિયા છે. આ ઉમેદવારોએ પ્રતિ ટેસ્ટ પેપર 1,500 રૂપિયાની લેટ ફી ચૂકવવાની રહેશે. અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે, નિયમિત ફી પ્રતિ ટેસ્ટ પેપર 2,000 રૂપિયા છે અને લેટ ફી પ્રતિ ટેસ્ટ પેપર 2,500 રૂપિયા છે.

અરજી કેવી રીતે કરવી?

  • GATEની સત્તાવાર વેબસાઈટ, gate2026.iitg.ac.in પર જાઓ.
  • રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી વિગતો દાખલ કરો.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો, ફોર્મ ચેક કરો અને સબમિટ કરો.

ફેબ્રુઆરી 2026માં પરીક્ષા યોજાશે

GATE 2026ની પરીક્ષા 7, 8, 14 અને 15 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાશે. UPSC પરીક્ષા સાથે તારીખોના કલેશ થવાને કારણે, પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. જોકે, હજુ સુધી સુધારેલ સમયપત્રક જાહેર નથી કરવામાં આવ્યું. GATE 2026નું પરિણામ 19 માર્ચે જાહેર કરવામાં આવશે. ઉમેદવારો વધુ વિગતો માટે નોટિફિકેશન ચેક કરી શકે છે.

આ સમાચાર શેર કરો