BANK JOB / SBI SOની ભરતી માટે લંબાવવામાં આવી છેલ્લી તારીખ, હવે આ દિવસ સુધી ભરી શકશો ફોર્મ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO) ની 122 જગ્યાઓ માટે ફરી અરજીઓ શરૂ કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરી શકે છે. SOની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આનાથી જે ઉમેદવારો વિવિધ કારણોસર આ જગ્યા માટે અરજી નહતા કરી શક્યા તેઓ અરજી કરી શકે છે.
વય મર્યાદા
અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ, OBC કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.
શૈક્ષણિક લાયકાત
અરજી કરવા માટે, ઉમેદવારો પાસે બેચલર અથવા માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. વધુમાં, તેમની પાસે બેલેન્સ શીટ, અપ્રેઝલ, અસેસમેન્ટ ઓફ ક્રેડિટ પ્રપોઝલ અને ક્રેડિટ મોનિટરિંગ વગેરેની કુશળતા હોવી જોઈએ.
કેટલો પગાર મળશે?
આ જગ્યા માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 85,920થી 1,05,280 રૂપિયા સુધીનો પગાર મળશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. દરેક ઉમેદવાર માટે SBI દ્વારા 100 માર્ક્સના ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે, પહેલા SBIની સત્તાવાર વેબસાઈટ, sbi.bank.in ની મુલાકાત લો.
- આ પછી વેબસાઈટના હોમપેજ પર અરજી કરો લિંક પર ક્લિક કરો.
- હવે, તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરો.
- લોગ ઈન કર્યા પછી, જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આ પછી, અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે, ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અરજી ફી
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા છે, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

