IBPS PO Mainsનું એડમિટ કાર્ડ જાહેર કરાયું, પ્રિલિમ્સમાં પાસ થયેલા ઉમેદવારો આ રીતે કરી શકે છે ડાઉનલોડ

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ પ્રોબેશનરી ઓફિસર (PO) ની મેઈન્સ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. જે ઉમેદવારો પ્રિલિમ્સમાં પાસ થયા છે અને મેઈન્સમાં બેસવા માટે તેમના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે તેઓ હવે IBPSની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને IBPS PO MT XV 15 મેઈન્સ માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, ઉમેદવારોએ તેમનો રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો આવશ્યક છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ www.ibps.in ની મુલાકાત લો.
- પછી વેબસાઈટના હોમપેજ પર "મેઈન્સ એડમિટ કાર્ડ 2025" લિંક પર ક્લિક કરો.
- હવે રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ વગેરે દાખલ કરો.
- લોગ ઈન કર્યા પછી, એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર ખુલશે.
- એડમિટ કાર્ડમાં તમારું નામ, રોલ નંબર, પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ વગેરે ચેક કરી લો.
- છેલ્લે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢવાનું ન ભૂલશો.
આ દિવસે લેવાશે પરીક્ષા
IBPS દ્વારા IBPS PO MT XV 15 મેઈન્સ 12 ઓક્ટોબરના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. આ ભરતી પરીક્ષા દ્વારા PO અને મેનેજમેન્ટ ટ્રેઈનીની પોસ્ટ માટે કુલ 5,208 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મેઈન્સમાં, ઉમેદવારોને રિઝનીંગ, જનરલ અવેરનેસતિ, ઈંગ્લિશ, ડેટા એનાલિસિસ અને અન્ય વિષયોમાંથી 200 માર્ક્સ માટે 145 MCQ પૂછવામાં આવશે. પરીક્ષામાં 25 માર્ક્સનું ડિસ્ક્રિપ્ટિવ પેપર પણ શામેલ હશે.
બધા ઉમેદવારોને પરીક્ષાના દિવસે નિર્ધારિત સમય પહેલા પહોંચવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, પરીક્ષાના દિવસે તમારું એડમિટ કાર્ડ અને જરૂરી ID તમારી સાથે રાખો, અન્યથા, એડમિટ કાર્ડ વિનાના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

