મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Zomatoની નજર Paytmના મોટા બિઝનેસ પર, ₹1500 કરોડમાં થઈ શકે છે ડીલ!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકનું લાઇસન્સ રદ કર્યા બાદ ફિનટેક

Zomatoની નજર Paytmના મોટા બિઝનેસ પર, ₹1500 કરોડમાં થઈ શકે છે ડીલ!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકનું લાઇસન્સ રદ કર્યા બાદ ફિનટેક કંપની Paytmની સ્થિતિ સારી નથી. RBIની કાર્યવાહી બાદ Paytmનો બિઝનેસ હચમચી ગયો છે. Paytm પર RBIની કાર્યવાહી બાદ કંપની નુકસાનની ભરપાઈ કરવા માટે કર્મચારીઓvની છટણી કરી રહી છે. એક તરફ કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે, જ્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, કંપની તેના કેટલાક બિઝનેસ વેચવા જઈ રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ફૂડ ડિલિવરી કંપની Zomato Paytmના કેટલાક બિઝનેસ સેગમેન્ટ ખરીદી શકે છે.

Paytm પર છે ઝોમેટોની નજર

રિપોર્ટ અનુસાર, ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato ફિનટેક ફર્મ Paytmની મૂવી ટિકિટિંગ સર્વિસ અને ઈવેન્ટ બિઝનેસ ખરીદવા જઈ રહી છે. Zomatoના CEO દીપેન્દ્ર ગોયલ Paytmની મૂવી ટિકિટ બુકિંગ અને ઈવેન્ટ્સ બિઝનેસ ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડીલ અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. Zomatoએ આ ડીલ માટે Paytmને 1500 કરોડ રૂપિયાની ઓફર કરી છે. Zomato સિવાય અન્ય કંપનીઓ પણ આ રેસમાં છે.

Zomatoનો બીજો સૌથી મોટો સોદો

ઉલ્લેખનીય છે કે, જો Paytm સાથે ડીલ થાય છે તો Zomato માટે આ બીજી સૌથી મોટી ડીલ હશે. અગાઉ વર્ષ 2022માં, Zomatoએ Blinkit ખરીદી હતી. કંપનીએ 4,447 કરોડ રૂપિયામાં ફૂડ અને ગ્રોસરી બિઝનેસ હસ્તગત કર્યો હતો. હવે કંપની એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં પોતાનો વિસ્તાર કરવા માગે છે. જોકે, હાલમાં આ ડીલ અંગે Zomato કે Paytm તરફથી સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.

Paytm એ વર્ષ 2017માં ઓનલાઈન ટિકિટિંગ અને ઈવેન્ટ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. Paytm એ મૂવી બુકિંગ સેગમેન્ટ શરૂ કરીને બુક માય શો જેવા પ્લેટફોર્મને સખત સ્પર્ધા આપી. નાણાકીય વર્ષ 2023માં, કંપનીએ 976 કરોડ રૂપિયાની આવક જનરેટ કરી હતી. 2017માં, Paytmએ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓનલી મચ લાઉડર (OML) બેક્ડ ઓનલાઈન ટિકિટિંગ અને ઇવેન્ટ પ્લેટફોર્મ Insider.inને રૂ. 35 કરોડમાં ખરીદી હતી.

આ સમાચાર શેર કરો