દેશમાં અમીર રાજ્યોની રેસમાં મહારાષ્ટ્ર ટોચ પર, જાણો ગુજરાતનું શું છે સ્થાન
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત 2027-28 સુધીમાં

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારત 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. આગામી સમયમાં 5 ટ્રિલિયન ડૉલર જીડીપીનું લક્ષ્ય હાંસલ કરતાં જ દેશ આ સિદ્ધિ હાંસલ કરશે. હવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તેજ ગતિને લીધે આર્થિક વિકાસની શક્યતાઓ ઝડપથી વધી રહી છે. એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આગામી છ વર્ષમાં ભારતની નજીવી જીડીપી લગભગ બમણી થઈ જશે.
આ પણ વાંચોઃ ભારે વોલેટાલિટીના અંતે શેરબજાર સપાટ બંધ રહ્યુંઃ આઇટી શેરોએ બજારને નુકસાનમાં જતા બચાવ્યું
સૌથી ધનિક ટોચના 5 રાજ્યો
દેશમાં સૌથી ધનિક ટોચના 5 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનું 13.30 ટકા યોગદાન છે. આ પછી તામિલનાડુ છે જે 8.90 ટકા યોગદાન આપે છે. ત્રીજા અને ચોથા સ્થાને કર્ણાટક અને ગુજરાત છે, જે અનુક્રમે 8.20 ટકા અને 8.10 ટકા યોગદાન આપે છે. વસ્તીની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ આ મામલે 5માં સ્થાને છે. ઉત્તર પ્રદેશ દેશના જીડીપીમાં 8.40 ટકા હિસ્સો ધરાવે છે.
એક અહેવાલ મુજબ આ યાદીમાં નવી દિલ્હી 13મા સ્થાને છે. અહીં નાણાકીય વર્ષ 2024-25 માટે GSDP અંદાજ 11.07 લાખ કરોડ રૂપિયા છે. દિલ્હી દેશની અર્થવ્યવસ્થામાં 3.6 ટકા યોગદાન આપે છે.
| ક્રમ | રાજ્ય | 2024-25માં અંદાજિત GSDP (આંકડા લાખ કરોડમાં) | 2022-23 માં માથાદીઠ નેટ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (આંકડા લાખોમાં) | દેશના જીડીપીમાં યોગદાન |
| 1 | મહારાષ્ટ્ર | 42.67 | 2.89 | 13.30% |
| 2 | તમિલનાડુ | 31.55 | 3.50 (2023-24) | 8.90% |
| 3 | કર્ણાટક | 28.09 | 3.31 | 8.20% |
| 4 | ગુજરાત | 27.9 | 3.13 | 8.10% |
| 5 | ઉત્તર પ્રદેશ | 24.99 | 0.96 | 8.40% |
| 6 | પશ્ચિમ બંગાળ | 18.8 | 1.57 | 5.6 |
| 7 | રાજસ્થાન | 17.8 | 1.67 (2023-24) | 5% |
| 8 | તેલંગાણા | 16.5 | 3.83 (2023-24) | 4.90% |
| 9 | આંધ્ર પ્રદેશ | 15.89 | 2.7 | 4.70% |
| 10 | મધ્યપ્રદેશ | 15.22 | 1.56 (2023-24) | 4.50% |
એક રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં ભારતનો નજીવો જીડીપી લગભગ બમણો થઈ જશે અને 7 ટ્રિલિયન ડોલરના આંકને પાર કરી જશે. ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ધ્યેયને હાંસલ કરવાની દોડમાં ઘણા રાજ્યો ઉભરી આવ્યા છે. આ રાજ્યોમાં માથાદીઠ આવક એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને જીડીપીની દૃષ્ટિએ યોગદાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.






