Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : weekly-share-market-astrology-prediction-march-2026-dr-hemil-lathia

Astro Business: માર્ચના પ્રથમ સપ્તાહમાં શેરબજારમાં કેવો રહેશે ગ્રહોનો ખેલ? જાણો તેજી-મંદીનું સચોટ અનુમાન

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Astro Business: માર્ચના પ્રથમ સપ્તાહમાં શેરબજારમાં કેવો રહેશે ગ્રહોનો ખેલ? જાણો તેજી-મંદીનું સચોટ અનુમાન
સોર્સ : GSTV

Astro Business:  આગામી સપ્તાહમાં શેરબજારમાં ગ્રહોની ચાલ રોકાણકારો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ડૉ. હેમિલ લાઠિયાના જણાવ્યા અનુસાર, ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર અને હોરાની ગણતરી મુજબ બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી શકે છે. ચાલો જોઈએ તારીખવાર બજારની સંભવિત ચાલ:

App Store

 મંગવાર, તા.  03-03-2026,  પૂ.ફા.  નક્ષત્ર,  સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની શક્યતા છે.  બજાર સમય બેથી ત્રણ વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી  પડવાની શક્યતા છે. ફાર્મા, ફૂડ, ડેરી, હોટલ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરના  શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં  ચણા, કપાસ, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે

બુધવાર, તા. 04-003-2026   ઉ.ફા નક્ષત્ર, સિંહ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. બેન્ક, ફાયનાન્સ, પાવર, ઇલેક્ટ્રીક અને આઈટી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે. મેટલમાં સિલ્વર અને્ ગોલ્ડ પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા મગ મેન્થા, ધાણા, જીરા અને એલચી પ્રભાવિત થવાની ધારણા છે.
 
ગુરુવાર, તા. 05-03-2026,  હસ્ત નક્ષત્ર, કન્યા રાશિ

બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.  મેનેજમેન્ટ, કન્સલ્ટન્સી, શિપિંગ, એક્સપોર્ટ અને  બીવરેજીસ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા  છે.  મેટલમાં સિલ્વર   પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા  હળદર, મકાઈ, સોયાબીન, સરસવ અને તલ પ્રભાવિત થવાની ધારણા છે.

શુક્રવાર, તા. 06-03-2026, હસ્ત નક્ષત્ર, કન્યા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ વધઘટ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફિલ્મ, ફૂડ, એફએમસીજી, કેમિકલ્સ અને ફાર્મા, સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં કપાસ, જવ, તલ, મગફળી, સોયાબીન પ્રભાવિત થવાની ધારણા છે.

સોમવાર, તા. 09-03- 2026,  વિશાખા નક્ષત્ર. તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. મેનેજમેન્ટ, પીએસયુ, ગવર્નમેન્ટ, એન્જિનિયરિંગ અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે.  એગ્રી કોમોડિટીમાં હળદર, મકૈઇ, જવ, તલ અને મગફળી પ્રભાવિત થવાની ધારણા છે.

ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય

Disclaimer: "રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની મદદ લો." અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું.