Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Dakor's Thakor Sange Rangotsav begins: Amalki Agiarase Ranchhodray plays Holi with devotees

VIDEO: ડાકોરના ઠાકોર સંગે રંગોત્સવનો પ્રારંભ: આમલકી અગિયારસે રણછોડરાયે ભક્તો સાથે રમી હોળી

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે આમલકી અગિયારસ એટલે કે 'રંગ એકાદશી'ની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના રંગોત્સવનો પ્રારંભ થયો છે. સમગ્ર મંદિર પરિસરને અદભુત કલરિંગ રોશનીથી સજાવવામાં આવ્યું છે, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

App Store

કાળિયા ઠાકોરનો રંગોત્સવ
વહેલી સવારે મંગળા આરતી બાદ કાળિયા ઠાકોરે વિવિધ રંગોથી ફાગના ખેલ શરૂ કર્યા હતા. પરંપરા મુજબ, ભગવાન પર રંગો છાંટ્યા બાદ સેવકો દ્વારા ભાવિક ભક્તો પર પણ ગુલાલ અને કલરિંગ રંગોની છોળો ઉડાડવામાં આવી હતી. આ દિવ્ય માહોલમાં ભક્તોએ રંગોત્સવનો આનંદ માણી ધન્યતા અનુભવી હતી.

ભવ્ય વરઘોડો અને ધાર્મિક પરંપરા
આજના દિવસનું વિશેષ મહત્ત્વ એ છે કે, ભગવાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઠાકોરજીનું નાનું સ્વરૂપ એટલે કે 'ગોપાલ લાલજી' સોનાની પાલખીમાં બિરાજમાન થઈને પોતાની ગંજી (બગીચા) માં પધાર્યા હતા. ત્યાં તેઓ સોનાની ખુરશી પર બિરાજમાન થયા હતા, જ્યાં તેમની વિશેષ અગતા-સ્વાગતા અને પૂજા-આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ગોપાલ લાલજી લક્ષ્મીજીને મળવા તેમના મંદિરે પધાર્યા હતા અને ત્યાંથી પરત મુખ્ય મંદિરમાં બિરાજ્યા હતા.

શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ
આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અશ્વો, મેના, પાલખી અને ડંકા-નિશાન સાથે નીકળેલી આ યાત્રામાં સેવકોએ ભક્તો પર રંગોની છોળો ઉડાડી હતી. આમલકી અગિયારસની આ ભવ્ય ઉજવણી સાથે જ હવે હોળી સુધી ડાકોરમાં ભક્તિ અને રંગોનો સમન્વય જોવા મળશે.