Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Venezuela Crisis: Why hasn't the stock market panicked? These 5 threats could shake the world

વેનેઝુએલા કટોકટી: શેરબજાર કેમ નથી ગભરાયું? આ 5 ખતરા દુનિયાને હચમચાવી શકે છે

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
વેનેઝુએલા કટોકટી: શેરબજાર કેમ નથી ગભરાયું? આ 5 ખતરા દુનિયાને હચમચાવી શકે છે
સોર્સ : GSTV

વેનેઝુએલા સાથે જોડાયેલા સમાચારો આવ્યા ત્યારે એવું લાગતું હતું કે, આજે  શેરબજારોમાં મોટો કડાકો આવશે. પરંતુ એવું કાંઇ ખાસ થયું નહીં. શેરબજાર, ડોલર, બોન્ડ, અને ગ્લોબલ ઇન્ડેક્સ બધાએ શાંતિ અને સમતા જાળવી રાખી. આનો અર્થ એ નથી કે જોખમો સમાપ્ત થઈ ગયા છે. હકીકતમાં, બજાર હાલમાં ચોક્કસ સંકેતો પર નજર રાખી રહ્યું છે. આ પાંચ મુદ્દાઓ છે જે જો વધુ ખરાબ થાય છે, તો તે વિશ્વભરના બજારોને હચમચાવી શકે છે. ચાલો તેમને સરળ શબ્દોમાં સમજીએ.

App Store

વેનેઝુએલાની ઘટના પછી સૌથી મોટો પ્રશ્ન એ હતો: શું આ એક મોટો ભૂ-રાજકીય આંચકો છે? પરંતુ બજારનો જવાબ સ્પષ્ટ છે: હજુ સુધી નહીં.  જો કે સોનું જરૂર વધ્યુ, ડોલર થોડો મજબૂત થયો પરંતુ બેન્ડ માર્કેટ અને શેરબજારમાં ગભરાટ જોવા ન મળ્યો. રોકાણકારોએ આને સિસ્ટમ-બદલતી ઘટના નહીં, પરંતુ હેડલાઇન શોક તરીકે જોયું. સીએનબીસી ઇન્ટરનેશનલ પાસે પરિસ્થિતિ સમજાવતો એક ખાસ અહેવાલ છે. હવે ચાલો સમજીએ કે બજાર શા માટે સાવધાન નથી થયું અને કયા પાંચ મુદ્દાઓ ખરેખર ચિંતા પેદા કરી શકે છે.

1. તેલની અછત, તેલના ભાવ નહીં, વાસ્તવિક ખતરો છે
સામાન્ય વ્યક્તિ ઘણીવાર તેલના ભાવથી ગભરાય છે. જોકે, બજાર કિંમત કરતાં તેલના પુરવઠા પર વધુ ધ્યાન આપે છે. હવે પરિસ્થિતિ એ છે કે, ઓઇલ માર્કેટમાં પર્યાપ્ત પુરવઠો છે.  વૈશ્વિક બજારમાં વેનેઝુએલા દુનિયાના કુલ ઓઇલ સપ્લાયનો બહુ નાનો હિસ્સો પૂરો પાડે છે.  ન તો પુરવઠો બંધ થયો છે કે ન તો સ્ટોરેજ ખતમ થઈ રહ્યા છે. તેથી, બજાર માને છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણ બહાર નહીં જાય. જ્યારે તેલની અછત સ્પષ્ટ થશે અને દેશો સંગ્રહ કરવાનું શરૂ કરશે ત્યારે ખતરો ઉભો થશે.

2, ડરનું મીટર હજુ શાંત છે
બજારમાં ગભરાટ કે ડર માપવાની એક પદ્ધતિ છે-વોલેટાલિટી...હાલમાં, આ ડરનું મીટર ઘણું નીચે છે. આનો અર્થ એ છે કે રોકાણકારો તેમના પૈસા બચાવવા માટે ગભરાટમાં પગલાં લઈ રહ્યા નથી. જો બજાર ખરેખર કોઈ મોટી કટોકટીનો અનુભવ કરે છે, તો આ માપદંડ સૌથી પહેલા ઉછાળો મારશે. જો આ ડર અચાનક વધુ તીવ્ર બને તો એને સૌથી મોટો ખતરાનો સંકેત સમજવો. 

3, હજુ બોન્ડ કે ઋણ માર્કેટે ખતરાની ઘંટડી નથી  વગાડી
જો દુનિયાને મોટો ઝાટકો વાગવાનો હોય તો રોકાણકારો સૌથી પહેલા સુરક્ષિત જગ્યાએ એટલે કે સરકારી બોન્ડમાં રોકાણ કરવાનું શરૂ કરૂ દે છે.  આના કારણે બોન્ડ યીલ્ડમાં ઘટાડો થાય છે. પરંતુ હજુ સુધી એવું થયું નથી. ડેટ માર્કેટ પણ શાંત છે.  જો બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થાય અને ઉચ્ચ જોખમવાળા બોન્ડમાંથી પૈસા બહાર નીકળવા લાગે તો ખતરો ઉભો થશે એવો સંકેત સમજવો.

4, સોના ચાંદીએ પણ એક હળવી ચેતવણી આપી
સોના અને  ચાંદીમાં તેજી જરૂર આવી છે પરંતુ આ તેજી ગભરાટવાળી નથી.  રોકાણકારો થોડી રકમ સુરક્ષિત જગ્યાઓમાં રોકી રહ્યા છે. જ્યારે સોનામાં ભારે ધસારો થશે અને લોકો શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરશે અને ફક્ત સોનું જ ખરીદવાનું શરૂ કરશે ત્યારે ખતરો ઉભો થશે.

5, અસલ ડર વેનેઝુએલા નહીં પણ બાકીની દુનિયા છે
બજારની નજર વેનેઝુએલાથી વધારે બીજા ફ્લેશપોઇન્ટ પર છે. મધ્ય પૂર્વ, યુક્રેન યુદ્ધ અને ચીન-તાઈવાન તણાવ. આ બધા મુદ્દાઓ હાલમાં ગંભીર છે, પરંતુ તે નિયંત્રણમાં છે. જો આમાંથી કોઈપણ મોરચે મોટી કાર્યવાહી જોવા મળે છે, તો ભય ઊભો થશે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇન અને વેપાર પર અસર પડશે. 

વેનેઝુએલાના સમાચારથી બજાર ગભરાયું નથી કારણ કે તેની અસર હાલમાં હેડલાઇન્સ સુધી મર્યાદિત છે. જોકે, રોકાણકારોએ આત્મસંતુષ્ટ ન થવું જોઈએ. જો ઉપર જણાવેલ પાંચ સૂચકાંકો વધુ ખરાબ થાય છે, તો બજારનું સેન્ટિમેન્ટ ઝડપથી બદલાઈ શકે છે.