મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

IPO Listing: ત્રણ કંપનીઓની બજારમાં એન્ટ્રી, ફાર્મા કંપનીના શેરમાં રોકાણકારોને મળ્યો 52 ટકા લિસ્ટિંગ લાભ

મિશ્ર વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે ઘરેલું શેરબજારમાં 30 ડિસેમ્બરે

IPO Listing: ત્રણ કંપનીઓની બજારમાં એન્ટ્રી, ફાર્મા કંપનીના શેરમાં રોકાણકારોને મળ્યો 52 ટકા લિસ્ટિંગ લાભ

મિશ્ર વૈશ્વિક સંકેતોની વચ્ચે આજે ઘરેલું શેરબજારમાં 30 ડિસેમ્બરે નરમાઇ  સાથે શરૂઆત થઇ. બજારના ઘટાડાની વચ્ચે સોમવારે કેરારો ઇન્ડિયા, વિન્ટીવ અને સેનોરેસ ફાર્માના શેરોનું લિસ્ટીંગ થયું હતું. આમાં ઓટો કોમ્પોનન્ટ અને ઇક્વિપમેન્ટ બનાવનારી કંપની કેરારો ઇન્ડિયાનું ડિસ્કાઉન્ટ પર લિસ્ટીંગ થયું. જ્યારે હોસ્પિટાલિટી અને ફાર્મા કંપની સેનોરેસ ફાર્મા મિયમથી લિસ્ટ થયો હતો. સેનોરેસ ફાર્મામાં રોકાણકારોને લગભગ 52 ટકા લિસ્ટિંગ ફાયદો થયો છે. 

સેનોરેસ ફાર્માના શેરના 53 ટકા લિસ્ટિંગનો ફાયદો

 ફાર્મા સેક્ટરની કંપની સેનોરેસ ફાર્માએ માર્કેટમાં જોરદાર એન્ટ્રી કરી છે. આ શેર NSE પર 53.45%ના પ્રીમિયમ સાથે રૂ. 600 પર લિસ્ટેડ છે. આ સ્ટોક BSE 51.84%ના પ્રીમિયમ સાથે 593.70 પર લિસ્ટ થયો હતો.તેની ઈશ્યૂ કિંમત 391 રૂપિયા હતી. સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની રૂ. 582 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) 93.69 વખત સબસ્ક્રાઇબ થઈ હતી.

અમદાવાદ સ્થિત કંપનીના આઇપીઓમાં રૂ. 500 કરોડના તાજા ઇક્વિટી શેર અને પ્રમોટરો અને અન્ય વેચનાર શેરધારકો દ્વારા રૂ. 82.11 કરોડના 21 લાખ શેરના વેચાણ માટે ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે.

વેન્ટિવ હોસ્પિટાલિટી લિસ્ટિંગ: 12% લિસ્ટિંગ ગેઇન

હોસ્પિટાલિટી સેક્ટરની કંપની વેન્ટિવ હોસ્પિટાલિટીનો આઇપીઓ  પ્રીમિયમ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. શેરની ઇશ્યૂ કિંમત રૂ. 643 હતી. શેર એનએસઇ  પર 11.35%ના પ્રીમિયમ સાથે રૂ. 716 પર અને બીએસઇ  પર 11.7%ના પ્રીમિયમ સાથે રૂ. 718.15 પર લિસ્ટ થયો હતો.

વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડનો આઇપીઓ 9.82 ગણો છલકાયો હતો.  આઇપીઓ માટે શેર દીઠ રૂ. 610-643ની પ્રાઇસ રેન્જ નક્કી કરવામાં આવી છે. આઇપીઓ સંપૂર્ણપણે રૂ. 1,600 કરોડ સુધીના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ હતો. વેન્ટિવ હોસ્પિટાલિટી (અગાઉ આઇસીસી  રિયલ્ટી) એ યુએસ સ્થિત બ્લેકસ્ટોન ગ્રુપ અને પંચશીલ રિયલ્ટી વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

આ પણ વાંચો: શું દીકરી પિતાના પેન્શનની હકદાર બની શકે છે? 2025 થી ફેમિલી પેન્શન પર નવા નિયમો

કેરારો ઇન્ડાયનું  લિસ્ટિંગ: 7.5% ડિસ્કાઉન્ટ પર થયું

ઓટો કમ્પોનન્ટ અને ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની કેરારો ઇન્ડિયાના શેર  એનએસઇ  પર 7.53%ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 651 પર લિસ્ટેડ છે. તેને બીએસઇ પર 6.25%ના ડિસ્કાઉન્ટ સાથે રૂ. 660 પર લિસ્ટ કરવામાં આવ્યું છે. શેરની ઇશ્યૂ કિંમત 704 રૂપિયા હતી.

તમને જણાવી દઈએ કે, કેરારો ઇન્ડિયા  નાના ગિયર્સથી લઈને ટ્રેક્ટર એસેમ્બલી સુધીના ઘટકોનું ઉત્પાદન કરે છે.આ કંપની ટ્રાન્સમિશન સિસ્ટમ ડિઝાઇન,ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. આ ઉપરાંત, કંપની ઓટોમોટિવ, ટ્રક, કૃષિ અને બાંધકામ વાહનો માટે ગિયર્સનું ઉત્પાદન કરે છે.

આ સમાચાર શેર કરો