BUDGET 2025: 'આ દેશનું નહીં પરંતુ માત્ર બિહારનું બજેટ', વિપક્ષોએ આપી આ પ્રતિક્રિયા
BUDGET 2025: શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. જેમાં મ

BUDGET 2025: શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગને આવકવેરાના સંદર્ભમાં મોટી રાહત આપી છે. સામાન્ય બજેટમાં ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગેની જાહેરાત કરી છે. નવા નિયમ હેઠળ આમાંથી મુક્તિ મળશે. નાણામંત્રીએ ડેરી અને મત્સ્યઉદ્યોગ ખેડૂતો માટે લોન મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, MSME ક્ષેત્રના ક્રેડિટ કવરમાં વધારો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વિપક્ષી પાર્ટીઓએ બજેટને લઈને કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસે કહ્યું કે એવું લાગે છે કે આ દેશનું બજેટ નહીં પરંતુ માત્ર બિહારનું બજેટ છે.
બજેટમાં મધ્યમ વર્ગને આપવામાં આવેલી રાહતને ધ્યાનમાં લેતા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની અસર દિલ્હી વિધાનસભા ચૂંટણી પર જોવા મળી શકે છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટ દ્વારા બજેટ 2024 પર પ્રતિક્રિયા આપી.
કેજરીવાલે કરી ટ્વિટ
X પરની પોસ્ટમાં કેજરીવાલે કહ્યું કે, “દેશની તિજોરીનો મોટો ભાગ થોડા ધનિક અબજોપતિઓની લોન માફ કરવામાં ખર્ચવામાં આવે છે. મેં માંગ કરી હતી કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે હવેથી કોઈપણ અબજોપતિનું દેવું માફ કરવામાં આવશે નહીં. આમાંથી બચેલા પૈસાથી... મધ્યમ વર્ગની હોમ લોન અને વાહન લોનમાં રાહત આપવી જોઈએ; ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. આવકવેરા અને જીએસટી કરના દર અડધા કરવા જોઈએ. મને દુઃખ છે કે આ કરવામાં આવ્યું નહીં.
રોજગાર બાબતે તો કોઈ મોટી જાહેરાત ના કરી
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, જે લોકોને સેલેરી મળે છે તેમને છૂટ મળશે પણ નોકરીઓનું શું? જેમને સેલેરી જ નથી આવતી તેઓ શું કરશે? રોજગાર બાબતે તો કોઈ મોટી જાહેરાત ના કરી. જ્યાં સુધી રોજગાર માટે રોકાણ નહીં થાય ત્યાં સુધી અર્થતંત્રને ફાયદો થવાનો નથી.
બિહાર માટે જાહેરાતોનો ખજાનો
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે એવું લાગે છે કે, બિહાર માટે જાહેરાતોનો ખજાનો છે. કેન્દ્ર બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સ્થાપશે અને રાજ્યની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા પણ આપશે.
આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી તે દુઃખદ છે
અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે કહ્યું કે, આ બજેટમાં ખેડૂતો માટે કંઈ નથી તે દુઃખદ છે. આમાં ફક્ત બિહાર બિહાર જ થઈ રહ્યું હતું. જ્યાં પણ ચૂંટણીઓ યોજાય છે, તે સ્થળનું નામ લેવામાં આવે છે. પંજાબમાં ખેડૂતો લડી રહ્યા છે. તેમનું નામ પણ લેવામાં આવ્યું ન હતું.
આ ભારત સરકારનું બજેટ છે કે બિહાર સરકારનું બજેટ!
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે, આ ભારત સરકારનું બજેટ છે કે બિહાર સરકારનું બજેટ! શું તમે બિહાર સિવાય બીજા કોઈ રાજ્યનું નામ સાંભળ્યું ખરું? જ્યારે તમે દેશના બજેટની વાત કરો ત્યારે તેમાં બધા રાજ્યોનો વિચાર શામેલ હોવો જોઈએ. સરકાર જે કાખઘોડી પર ચાલી રહી છે તેને બચાવવા માટે આખો દેશ દાવ પર લગાવી દેવામાં આવ્યો હતો.
કુમારી સૈલરાએ બજેટ પર શું કહ્યું?
કુમારી શેલજાએ કહ્યું, “બજેટમાં મનરેગા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. નાણામંત્રીના ભાષણમાં ફક્ત બિહાર અને દિલ્હીનો દબદબો રહ્યો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે, તેથી આ ચૂંટણીઓને કારણે દિલ્હી પર ભાર મૂકવામાં આવ્યો હતો. બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે એટલે બજેટમાં બિહારનું વર્ચસ્વ રહ્યું. ખેડૂતોને લાંબા સમયથી માંગણી કરી રહેલા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) આપવામાં આવ્યા નથી.
જો તમે માફ કરાયેલી ૧૬ લાખ રૂપિયાની લોન વસૂલ કરો છો, તો ટેક્સ દર અડધો થઈ શકે છે. પરંતુ બજેટમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. વડાપ્રધાનના મિત્રો અને મૂડીવાદીઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવામાં આવ્યા છે: સંજય સિંહ
શિવસેના યુબીટી નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી મધ્યમ વર્ગ જેની માંગ કરતો હતો તે પૂરી થઈ છે. બિહાર એવું વિચારી રહ્યું હશે કે કાશ દર વર્ષે ચૂંટણીઓ યોજાય. બિહારમાં ચૂંટણી આવી રહ્યાના સંકેત પણ બજેટ દ્વારા પ્રગટ થાય છે.
બિહારના મંત્રી મંગલ પાંડેએ મખાના બોર્ડની રચના અંગે પીએમ મોદીનો આભાર માન્યો હતો. ખેડૂતો લાંબા સમયથી મખાના બોર્ડની માંગ કરી રહ્યા હતા. તેઓ એ પણ ઇચ્છતા હતા કે રબર બોર્ડ અને ટી બોર્ડની જેમ મખાના બોર્ડ પણ હોવું જોઈએ. જ્યારે કૃષિ મંત્રી પટના આવ્યા ત્યારે તેમને પણ આ વાત કહેવામાં આવી હતી.








