Budget 2025: કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરી, કઠોળમાં આત્મનિર્ભરતાઃ જાણો ખેડૂતો માટેનું બજેટ
Budget 2025: નાણામંત્રી નિર્મલા સિતારમણે ખેડૂતો માટે વિકાસ યોજનાઓ જ

Budget 2025: નાણામંત્રી નિર્મલા સિતારમણે ખેડૂતો માટે વિકાસ યોજનાઓ જાહેર કરતાં કહ્યું કે, 'કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. આ સિવાય બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના લાવવામાં આવશે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન 'GYAN' પર છે. GYANનો અર્થ છે- ગરીબ, યુવા, અન્નદાતા અને સ્ત્રી શક્તિ. અમે 10 વર્ષમાં બહુમુખી વિકાસ કર્યો છે
7.7 કરોડ ખેડૂતો, માછીમારો વગેરેને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ મળે છે. તેની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
પૂર્વ વિસ્તારમાં નિષ્ક્રિય યુરિયાના સંસાધનો સક્રિય થયા છે. જેના માટે આસામમાં નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
આગામી 6 વર્ષ મસૂર, તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે કપાસનું ઉત્પાદન વધારવાનું 5 વર્ષનું મિશન, આનાથી દેશના કાપડ ઉદ્યોગને મજબૂતી મળશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે 5 લાખ સુધીની લોન આપવામાં આવશે. માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું. કપાસ પ્રોડક્શન મિશનનું એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પરંપરાગત કોટન ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે. કપાસ માટે અલગથી ટેકનોલોજી વિકસાવાશે.
કપાસ પ્રોડક્શન મિશનનું એલાન
પરંપરાગત કોટન ઉદ્યોગને પ્રોત્સાહન અપાશે. કપાસ માટે અલગથી ટેકનોલોજી વિકસાવાશે.
બિહાર માટે મખાના બોર્ડનું એલાન
સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.
MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા








