મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

નાણામંત્રીએ જે સાડી પહેરીને બજેટ રજૂ કર્યું તેનું બિહાર કનેક્શન, સાડી ભેટમાં આપનાર કોણ છે દુલારી દેવી

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા પહેરેલી સાડીની ચોમેર ચર્ચા થઈ રહી છે. નાણામંત્રી બજે

નાણામંત્રીએ જે સાડી પહેરીને બજેટ રજૂ કર્યું તેનું બિહાર કનેક્શન, સાડી ભેટમાં આપનાર કોણ છે દુલારી દેવી

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા પહેરેલી સાડીની ચોમેર ચર્ચા થઈ રહી છે. નાણામંત્રી બજેટ રજૂ કરવા દરમિયાન ખાસ પ્રકારની સાડી પહેરે છે. આ વખતે બજેટ રજૂ કરતા જે સાડી પહેરી તેની ચર્ચા થઈ રહી છે. પરંતું આ સાડી સાથે બિહારની મહિલાનું સીધું કનેક્શન સામે આવ્યું છે. નિર્મલા સીતારમણની સાડી સાથે બિહારની દુલારી દેવી પણ લાઈમલાઈટમાં આવી ગયા છે. દુલારી દેવી કોણ છે અને સાડી સાથે તેમને શું લેવા દેવા છે તેના વિશે જાણીએ.

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા પહોંચ્યા ત્યારે તેમની સાડીની ચર્ચા થઈ. જેની સાથે સાથે બિહારની મહિલા દુલારી દેવી વિશે ચર્ચા શરૂ થઈ ગઈ. નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવા માટે જે સાડી પહેરી હતી, તે ભેટમાં આપનાર દુલારીદેવી હતા. નાણામંત્રીએ મિથિલા પેઇન્ટિંગવાળી સાડી પહેરીને ચૂંટણી રાજ્ય બિહારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. સાડી પર કરવામાં આવેલા મિથિલા પેઇન્ટિંગમાં પાન, મખાના અને માછલીનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ત્રણેય મિથિલાની ઓળખ છે.

કોણ છે દુલારી દેવી?

દુલારી દેવી બિહારના મધુબની જિલ્લાના રાંટી ગામની રહેવાસી છે. વર્ષ 2021માં દુલારી દેવીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે મિથિલા પેઇન્ટિંગના પ્રખ્યાત કલાકાર છે.  માછીમાર પરિવારમાં જન્મેલા દુલારી દેવી નાનપણથી વાંચતા લખતા આવડતું નહોતું. નાની ઉંમરે લગ્ન થઈ ગયા પરંતુ પતિના મેણાટોણાથી પતિથી અલગ થયા. આ પછી દુલારી દેવીએ અન્ય લોકોના ઘર સાફ કરીને અને વાસણો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 
આ દરમિયાન તેઓ પ્રખ્યાત મિથિલા પેઇન્ટિંગ આર્ટિસ્ટ કર્પુરી દેવીના ઘરે પણ કામ કરવા લાગ્યા. ત્યારે તેમણે મહાસુંદરી દેવી પાસેથી આની પદ્ધતિસરની તાલીમ લીધી અને થોડા સમયમાં જ તેઓ આ કળાના માહિર બની ગયા.

આ સમાચાર શેર કરો