મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ટાટા ગ્રુપની ટીસીએસે પરિણામો કર્યા જાહેરઃ નિષ્ણાતોએ કહ્યું શેર જશે 5000 રૂપિયાને પાર

ટાટા ગ્રૂપની કંપની અને દેશની સૌથી મોટી આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ગુરુવારે તેના પરિણામ

ટાટા ગ્રુપની ટીસીએસે પરિણામો કર્યા જાહેરઃ નિષ્ણાતોએ કહ્યું શેર જશે 5000 રૂપિયાને પાર

ટાટા ગ્રૂપની કંપની અને દેશની સૌથી મોટી આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ગુરુવારે તેના પરિણામો જાહેર કર્યા. અગાઉના ત્રિમાસિક ગાળામાં મોટા સોદાઓની પ્રાપ્તિને કારણે કંપનીએ બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ આવક નોંધાવી હતી.

ટીસીએસ એ જણાવ્યું કે 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 11,909 કરોડ રૂપિયા હતો, જે વાર્ષિક ધોરણે 4.99 ટકા વધારે છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આઈટી કંપનીનો નફો રૂ. 11,342 કરોડ હતો.

ટીસીએસ દ્વારા જારી કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગ અનુસાર, 2024-25ના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 7.06 ટકા વધીને રૂ. 64,988 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 60,698 કરોડ હતી.

ટીસીએસના બીજા ત્રિમાસિક પરિણામોની મુખ્ય બાબતો

ચોખ્ખો નફોઃ રૂ. 11,909 કરોડ.
આવકઃ રૂ. 64,988 કરોડ.
કર પછીનો નફો: રૂ. 12,040 કરોડ.
કુલ કાર્યબળ: 5726થી વધીને 6,12,724.
ડિવિડન્ડ: રૂ. 1 દરેકના ઈક્વિટી શેર પર રૂ. 10નું બીજું વચગાળાનું ડિવિડન્ડ.

ટીસીએસ એ ગુરુવારે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા માટે નિર્ધારિત પ્રેસ કોન્ફરન્સ અને ઈન્ટરવ્યુ રદ કર્યા છે. કંપનીએ આ નિર્ણય ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાના અવસાનના કારણે લીધો છે.

તમને જણાવી દઈએ કે રતન ટાટાનું બુધવારે સાંજે નિધન થયું હતું જ્યારે ટીસીએસની પ્રેસ કોન્ફરન્સ પહેલા સાંજે 5:30 વાગ્યે થવાની હતી.

આ સિવાય કંપનીનો ટેક્સ પહેલાનો નફો પણ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. 16,032 થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 15,330 કરોડ હતો. ટીસીએસ નવી ભરતી પણ કરશે. બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી.

કંપનીના મુખ્ય માનવ સંસાધન અધિકારી મિલિન્દ લક્કડે જણાવ્યું હતું કે તે યોજના મુજબ તાલીમાર્થી ઓનબોર્ડિંગ સાથે ટ્રેક પર છે અને નાણાકીય વર્ષ 2025-26 માટે કેમ્પસ હાયરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી છે.

દરમિયાન, ગુરુવારે મળેલી બોર્ડ મીટિંગમાં, ડિરેક્ટરોએ 1 રૂપિયા પ્રત્યેક ઈક્વિટી શેર દીઠ રૂ. 10નું બીજું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે.

પ્રથમ ક્વાર્ટરમાં ટીસીએસના પરિણામો કેવા રહ્યા?

આઈટી કંપની ટીસીએસ એ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 12,040 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો, જે વાર્ષિક ધોરણે 8.7 ટકાનો વધારો દર્શાવે છે. જો કે, અગાઉના ક્વાર્ટરની તુલનામાં, નફો 3.1 ટકાઘટ્યો હતો. જ્યારે કંપનીની કમાણી વાર્ષિક ધોરણે 5.4 ટકા વધીને રૂ. 62,613 કરોડ થઈ છે. દરમિયાન, ટીસીએસનો શેર ગુરુવારે બીએસઇ પર 0.56 ટકા ઘટીને રૂ. 4228.40 પર બંધ રહ્યો હતો.

શેરને લઈને નિષ્ણાતોએ આપ્યો ટાર્ગેટ

ટીસીએસ પર 47માંથી 30 નિષ્ણાતોએ આ શેરને ખરીદવાની સલાહ આપી છે. તો દસ નિષ્ણાતોએ હોલ્ડ કરવાની સલાહ આપી છે. જ્યારે બાકીના સાત નિષ્ણાતોએ આ શેર વેચવાની સલાહ આપી છે. જે.પી. મોર્ગને ઓર વેઇટ રેટિંગની સાથે ટારગેટ શેર દીઠ રૂ. 5100 રાખ્યો છે. તો મોતીલાલ ઓસવાલે બાય રેટિંગ સાથે રૂ. 5400નો ટાર્ગેટ આપ્યો છે. 

નોંધઃ શેર વેચવા કે ખરીદવા માટે નાણાકીય સલાહકારની સલાહ લેવી.

આ સમાચાર શેર કરો