ટાટા ગ્રુપ લાવી રહ્યું છે મેગા IPO! આ તારીખે બજારમાં પ્રવેશી શકે છે, જાણો ક્યારે થશે લિસ્ટિંગ
ટાટા ગ્રુપનો સૌથી વધુ રાહ જોવાતો IPO આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ખુલવાનો છે. ટાટા કેપિટલ 22 સપ્ટેમ્બરથી શરૂ

ટાટા ગ્રુપનો સૌથી વધુ રાહ જોવાતો IPO આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ખુલવાનો છે. ટાટા કેપિટલ 22 સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં તેનો IPO લોન્ચ કરી શકે છે. કંપની IPO દ્વારા 2 બિલિયન ડોલર (લગભગ 17,200 કરોડ રૂપિયા) એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
તમને જણાવી દઈએ કે IPO દ્વારા કંપનીએ લગભગ 11 બિલિયન ડોલરના મૂલ્યાંકનનો લક્ષ્યાંક રાખ્યો છે. PTIના અહેવાલ મુજબ, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) 30 સપ્ટેમ્બર સુધીમાં શેરબજારમાં લિસ્ટ થવાની ધારણા છે.
ઓગસ્ટમાં ફાઈલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ, 47.58 કરોડ શેરના પ્રસ્તાવિત IPOમાં 21 કરોડ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ અને 26.58 કરોડ શેરનો ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે.
OFS હેઠળ, ટાટા સન્સ 23 કરોડ શેર વેચશે. જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) 3.58 કરોડ શેર વેચશે. હાલમાં, ટાટા સન્સ ટાટા કેપિટલમાં 88.6 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે IFC 1.8 ટકા હિસ્સો ધરાવે છે.
ટાટા કેપિટલના IPOની તારીખ
RBIના નિયમો અનુસાર, ટાટા કેપિટલને 'ઉચ્ચ-સ્તર' NBFC તરીકે સૂચિત થયાના ત્રણ વર્ષની અંદર લિસ્ટિંગ કરાવવું જરૂરી છે. આ સમયમર્યાદા સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે. જોકે, કંપનીએ હજુ સુધી કોઈ ઔપચારિક તારીખ નક્કી નથી કરી. પરંતુ મીડિયામાં એવી ચર્ચા છે કે ટાટા કેપિટલનો IPO સપ્ટેમ્બરના અંતમાં લોન્ચ થઈ શકે છે.
ટાટા કેપિટલના IPOની પ્રાઇસ બેન્ડ
ટાટા કેપિટલનો IPO 21 કરોડ ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યુ છે. આમાં ઓફર ફોર સેલનો પણ સમાવેશ થાય છે. DRHP મુજબ, પ્રમોટર ટાટા સન્સ 23 કરોડ ઇક્વિટી શેર વેચશે. જ્યારે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) 3.58 કરોડ શેર વેચશે. કુલ, IPOમાં 47.58 કરોડ શેર ઓફર કરવામાં આવશે.
ટાટા કેપિટલના IPOની પ્રાઇસ બેન્ડ અને તારીખ હજુ સુધી જાહેર નથી કરવામાં આવી. કંપની ટૂંક સમયમાં આ સંદર્ભમાં માહિતી આપી શકે છે. આખો IPO ઓફર ફોર સેલ (OFS) હશે. કંપનીને આમાંથી કોઈ સીધી આવક મળશે નહીં. આ રકમ તે શેરધારકોને મળશે જેઓ તેમના શેર વેચશે. કંપની IPOમાંથી એકત્ર કરાયેલી મૂડીનો ઉપયોગ ટાયર-1 શહેરોમાં તેના મૂડી આધારને મજબૂત બનાવવા માટે કરશે. આ ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે. આમાં લોન આપવા જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે.
ટાટા કેપિટલના IPOના ભંડોળનો ઉપયોગ ક્યાં થશે?
IPO દ્વારા એક્ત્ર કરાયોલા નાણાનો ઉપયોગ કંપનીના ટાયર-1ના કેપિટલ બેઝને મજબુત કરવામાં થશે અને આગળની ઉધારી સહિત ભવિષ્યમાં કેપિટલ આવશ્યકતાઓ પૂરી કરવામાં કરવામાં આવશે. જો આ IPO સફળ થશે તો તે ભારતના નાણાકીય ક્ષેત્રનો સૌથી મોટો IPO બનશે. નવેમ્બર 2023માં ટાટા ટેક્નોલોજીસ પછી તાજેતરના વર્ષોમાં IPO લાવનારી આ ટાટા ગ્રુપની બીજી કંપની હશે.
ટાટા કેપિટલની નાણાકીય સ્થિતિ
ટાટા કેપિટલે નાણાકીય વર્ષ 2024-25માં મજબુત નાણાકીય કામગીરી રજૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો લગભગ 10 ટકા વધીને 3,655 કરોડ રૂપિયા થયો. જ્યારે કામગીરીમાંથી આવક 57 ટકા વધીને 25,719 કરોડ રૂપિયા થઈ. 31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીની લોન બુક 2.26 લાખ કરોડ રૂપિયા હતી. આનાથી તે ભારતની ત્રીજી સૌથી મોટી વૈવિધ્યસભર NBFC બની.








