ક્લાસિક ઈલેક્ટ્રોડ્સનો IPO સફળતાની ટોચ પર, લિસ્ટિંગમાં ભારે પ્રીમિયમ, રોકાણકારો ખુશ છે
ક્લાસિક ઈલેક્ટ્રોડ્સે સોમવારે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી. આ શેર એનએસ

ક્લાસિક ઈલેક્ટ્રોડ્સે સોમવારે શેરબજારમાં શાનદાર શરૂઆત કરી. આ શેર એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર રૂપિયા 87ના ઈશ્યૂ ભાવથી 13 ટકા વધીને રૂપિયા 100ના ભાવે લિસ્ટ થયો. IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, જેમાં 179.97 ગણો સબસ્ક્રિપ્શન થયો. કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ અને નાણાકીય બાબતોએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો.
ક્લાસિક ઈલેક્ટ્રોડ્સે સોમવારે શેરબજારમાં શાનદાર રીતે એન્ટ્રી કરી હતી. કંપનીના શેર એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર રૂપિયા 100ના ભાવે લિસ્ટેડ થયા હતા, જે તેના રૂપિયા 87ના ઈશ્યૂ ભાવ કરતાં લગભગ 13% વધુ છે. આ લિસ્ટિંગથી રોકાણકારોમાં ખૂબ આનંદ થયો છે, કારણ કે કંપનીના IPOને પહેલાથી જ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
IPOમાં ભારે સબ્સ્ક્રિપ્શન
રૂપિયા 41.51 કરોડનો આ આઈપીઓ 22 ઓગસ્ટથી 26 ઓગસ્ટ દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. રૂપિયા 87 પ્રતિ શેરના ભાવે આવેલા આ ઈશ્યૂને રોકાણકારો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. ડેટા અનુસાર, આઇપીઓને કુલ 179.97 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
રિટેલ રોકાણકારોએ 158.44 ગણો સુધી સબ્સ્ક્રાઇબ કર્યું. બિન-સંસ્થાકીય રોકાણકારો (એનઆઇઆઇ) એ જબરદસ્ત માંગ દર્શાવી અને તેમનું સબ્સ્ક્રિપ્શન 356.75 ગણું પહોંચ્યું. ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુ્આઇબી)એ પણ ખૂબ રસ દર્શાવ્યો અને તેમનો ક્વોટા 84.88 ગણો બુક થયો.
આઈપીઓ લોન્ચ થાય તે પહેલાં જ, 21 ઓગસ્ટના રોજ, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂપિયા 11.69 કરોડ એકત્ર કર્યા હતા, જે રોકાણકારોનો તેના પર વિશ્વાસ દર્શાવે છે.







