શેરબજારમાં આવી આ કારણોસર તેજીઃ સેન્સેક્સ , નિફ્ટી અને અદાણી ગ્રુપના શેરોએ ભરી ફલાંગ
Closing Bell : વૈશ્વિક બજારોમાં ઉછાળા વચ્ચે બુધવારે ભારતીય શેરબજારમાં ફરી ગતિ જોવા મળી હતી અને બંને મુખ્

Closing Bell : વૈશ્વિક બજારોમાં ઉછાળા વચ્ચે બુધવારે ભારતીય શેરબજારમાં ફરી ગતિ જોવા મળી હતી અને બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા. ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા અદાણી ગ્રૂપ અને એચડીએફસી બેન્કના શેરમાં વધારા સાથે આજે બજાર બંધ થયું હતું.
સેન્સેક્સ 80,234.08 પર, નિફ્ટી-50 24,274.90ના સ્તરે બંધ
આજે બુધવાર 27 નવેમ્બરના રોજ 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે 80,121.03 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 80,511.15 પોઈન્ટ ઉપર ચઢ્યો હતો. અંતે, સેન્સેક્સ 0.29% અથવા 230.02 પોઈન્ટ વધીને 80,234.08 પર બંધ થયો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 0.33% અથવા 80.40 પોઈન્ટના વધારા સાથે 24,274.90 ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીની 25 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકીની 25 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આજના ટોપ ગેઇનર્સ શેર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં અદાણી પોર્ટ્સના શેરમાં સૌથી વધુ 6%થી વધુનો વધારો થયો છે. આ સિવાય એનટીપીસી, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, મારુતિ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો.
આજના ટોપ લૂઝર્સ શેર્સ
ટાઇટનના શેરમાં 0.77%નો ઘટાડો થયો છે. ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ, એચસીએલ ટેકના શેરમાં ઘટાડો રહ્યો હતો.
આઇટી અને ફાર્મા શેરો તૂટ્યા
આજે નિફ્ટી ઓટો 0.45% ના વધારા સાથે 23,517 ના સ્તર પર સેટલ થયા છે. નિફ્ટી બેન્ક 0.21% મજબૂત થઈને 52,302 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી આઈટી 0.15% ઘટીને 44,019ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા 0.61% ઘટીને 21,829ના સ્તરે સ્થિર થયો હતો.
આજે શેરબજારમાં તેજીનું કારણ?
અદાણી ગ્રુપના શેરોમાં બમ્પર ઉછાળાએ આજે શેરબજારને હર્યુભર્યુ કરી દીધું હતું. આ સિવાય સેન્સેક્સમાં ભારે વેઇટેજ ધરાવતી એચડીએફસી બેન્કના શેરમાં થયેલા વધારાએ પણ શેરબજારને ઉંચુ ખેંચ્યું હતું.
અદાણી ગ્રુપના શેરોમાં તેજી
બુધવારે અદાણી ગ્રુપની માર્કેટ લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો. બીએસઇ પર, અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 10.00 ટકા, અદાણી પાવર 19.66 ટકા, અદાણી ટોટલ ગેસ 19.76 ટકા, અદાણી ગ્રીન એનર્જી 10.00 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 11.56 ટકા વધ્યો હતો.
એનડીટીવીનો શેર 9.35 ટકા, અદાણી વિલ્મર 8.46 ટકા, અંબુજા સિમેન્ટ્સ 4.40 ટકા, અદાણી પોર્ટ્સ 6.29 ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ 4.73 ટકા અને એસીસી 1.37 ટકા વધ્યો હતો. મંગળવારે અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.








