Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock Market: Sensex falls 388 points for second straight day, Nifty closes at 24,472

Stock Market: સતત બીજા દિવસે સેન્સેક્સ 388 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 24,472 પર બંધ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Stock Market: સતત બીજા દિવસે સેન્સેક્સ 388 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 24,472 પર બંધ
સોર્સ : gstv

મંગળવારે શેરબજારની સ્થિતિ કંઈક એવી રહી જાણે કોઈ ગાડી આખા રસ્તે ધીમે-ધીમે ચાલતી રહે, પરંતુ મંજિલ નજીક આવતા જ તેનું સંતુલન બગડી જાય. ઘંટડી વાગવા સુધીમાં સેન્સેક્સ 388 પોઇન્ટ ઘટીને 78,154 અને નિફ્ટી 112 પોઇન્ટ તૂટીને 24,471 પર બંધ થયો. એટલે કે નિફ્ટી આખરે 24,500 ના એ સ્તરને પણ બચાવી ન શક્યો, જેના પર આખો દિવસ બજારની નજર હતી.

App Store

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ મંગળવારે લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટીને 78,154 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 112 પોઈન્ટ ગબડીને 24,471 પર બંધ આવ્યો હતો. જોકે, બ્રોડર માર્કેટમાં આજે 11 ઓગસ્ટના રોજ સુસ્તી જોવા મળી હતી.

નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ

ઘરેલું બજારમાં સૌથી વધુ વેચવાલી રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે ટોપ લૂઝર્સ જોવા જઇએ તો નિફ્ટીમાં ટાટા કન્ઝ્યુમર, મેક્સ હેલ્થ અને નેસ્લે ઈન્ડિયાના શેર 2-2 ટકાથી વધુના ઘટાડા સાથે ટોપ લૂઝર્સ રહ્યા હતા. ટોપ ગેનર્સની વાત કરવામાં  આવે તો ડૉ. રેડ્ડીઝ અને ઝોમેટોના શેરમાં 2.5 થી 4 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
એક તરફ નિફ્ટી-સેન્સેક્સ ઘટી રહ્યા હતા, બીજી તરફ કેટલાક શેર પોતાની અલગ વાર્તા લખી રહ્યા હતા. જાયડસ લાઈફ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો પછી 7% થી વધુ ઉછળી ગયો. કોલ્ટે પાટીલ આશરે 12% ચઢ્યો, જ્યારે મજબૂત ત્રિમાસિક પરિણામો પછી બૉશમાં આશરે 4% ની તેજી જોવા મળી. 

સિમેન્સના શેરમાં પણ પરિણામો આવ્યા પછી અચાનક તીવ્ર ઉછાળો આવ્યો અને શેર દિવસની ઉપલી સપાટી સુધી પહોંચી ગયો. એટલે કે મંગળવારનું બજાર ઇન્ડેક્સ જોઈને શેર પસંદ કરવા જેવું નહોતું. જેની કમાણી અને પરિણામો બજારને પસંદ આવ્યા, ત્યાં ખરીદદારો પહોંચ્યા.

જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું કે, ક્રૂડ ઓઈલની કિંમતોમાં નીચલા સ્તરોથી ઉછાળાએ બજારનું ફોકસ બદલી નાખ્યું, જે મોંઘવારી પર શિફ્ટ થઈ ગયું. આનાથી સારા અર્નિંગના સપોર્ટ છતાં નબળાઈ જોવા મળી. જોકે, ફોરેન ઇનફ્લો અને સારા ત્રિમાસિક પરિણામોના કારણે બજારમાં નબળાઈના રિસ્કને સીમિત કરી દીધું છે.

14 શેરોમાં લાગી અપર સર્કિટ

બીએસઇ પર ઉપલબ્ધ આંકડા મુજબ મંગળવારે એક્સચેન્જ પર 4510 શેરોમાં કારોબાર થયો, જેમાંથી 2033 શેર વધારા અને 2279 શેર ઘટીને બંધ થયા. આ દરમિયાન 185 શેરોએ 52 અઠવાડિયાની હાઈ સપાટી સ્પર્શી, જ્યારે 88 શેર એક વર્ષના નીચલા સ્તરે બંધ થયા. ડેટા મુજબ 14 શેરોમાં અપર સર્કિટ લાગી. વળી, 10 શેર લોઅર સર્કિટ સાથે બંધ થયા.

સામાન્ય કારોબાર ખતમ થયા પછી ક્લોઝિંગ ઓક્શન સેશન એટલે કે સીએએસ આવ્યું અને ઇન્ડેક્સના અંતિમ આંકડા ફરી થોડા બદલાઈ ગયા. સીએએસ પછી નિફ્ટીમાં 22 પોઇન્ટ્સ, સેન્સેક્સમાં 6 પોઇન્ટ્સ અને નિફ્ટી બેંકમાં 80 પોઇન્ટ્સનું એડજસ્ટમેન્ટ થયું.આને ખૂબ જ સરળ પદ્ધતિથી સમજો. હવે બજારમાં આખરી ભાવ નક્કી કરવા માટે કેટલાક શેરોમાં 3:15 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે ઓક્શન દ્વારા ખરીદી અને વેચાણના ઓર્ડર મેળવવામાં કે મેચ કરવામાં આવે છે. આ જ પ્રક્રિયા પછી સત્તાવાર ક્લોઝિંગ ભાવ નીકળે છે. એટલે કે જે નંબર તમને સામાન્ય કારોબાર ખતમ થતી વખતે સ્ક્રીન પર દેખાય છે, સીએએસ પછી અંતિમ બંધ ભાવ તેનાથી થોડો અલગ હોઈ શકે છે. મંગળવારે પણ આવું જ થયું.

આખરે બજાર ઘટ્યું કેમ?

મંગળવારની વાર્તા કોઈ એક શેર કે એક સમાચારની નહોતી રહી. કેટલીક જગ્યાએ પરિણામો પછી જોરદાર ખરીદી થઈ તો કેટલાક સેક્ટરોમાં ભવિષ્યના નિયમોને લઈને ચિંતા દેખાઈ. બેંકિંગ શેર નબળા રહ્યા અને નિફ્ટી 24,500 બચાવી ન શક્યો. છતાં પણ મિડકેપ ઇન્ડેક્સનું માત્ર 12 પોઇન્ટ ઘટવું એ દર્શાવે છે કે બજારમાં બધી બાજુ વેચવાલી નહોતી.
પૈસા બજારમાંથી પૂરી રીતે ગાયબ નહોતા થયા, પરંતુ એક શેરમાંથી નીકળીને બીજા શેરમાં ફરતા દેખાયા.

આ જ મંગળવારની સૌથી મોટી વાર્તા છે. નિફ્ટી લાલ હતો, પરંતુ બજારની અંદર ઘણા શેરોમાં પોતાની અલગ દિવાળી ચાલી રહી હતી. 11 ઓગસ્ટનું બજાર આપણને એક સીધી વાત સમજાવે છે....માત્ર નિફ્ટી જોઈને આખા બજારની સ્થિતિ નક્કી ન કરો.