સરકારે કાચી ખાંડ અંગે મોટો નિર્ણય લીધો, ડ્યુટી-ફ્રી આયાતની સમયમર્યાદા માર્ચ 2027 સુધી લંબાવી

સરકારે કાચી ખાંડ અંગે મોટો નિર્ણય લીધો, ડ્યુટી-ફ્રી આયાતની સમયમર્યાદા માર્ચ 2027 સુધી લંબાવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દસ લાખ ટન ખાંડની ડયૂટી ફ્રી આયાત મુદત જે 31 ડિસેમ્બરના સમાપ્ત થઈ રહી હતી તેને વધુ ત્રણ મહિના લંબાવી 31મી માર્ચ સુધી કરવામાં આવી છે. ટેરિફ રેટ કવોટા હેઠળ આ છૂટ આપવામાં આવી છે. દેશમાં ખાંડનો પૂરવઠો વધારવાના હેતુ સાથે સરકારે ડયૂટી ફ્રી આયાત છૂટ આપી છે.

શક્તિશાળી અલ નિનોને કારણે વર્તમાન વર્ષનું ચોમાસુ દાયકાનું સૌથી નબળું રહ્યું છે જેને પરિણામે વિશ્વમાં ખાંડના બીજા મોટા ઉત્પાદક ભારતમાં શેરડીનો પાક ઓછો ઊતરવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

જાહેરાત

ઓકટોબરથી શરૂ થયેલી નવી ખાંડ મોસમ 2026-27માં સરકારે 20 લાખ ટન સાકરની આયાત કરવાની ફરજ પડી શકે છે. વાર્ષિક 2.90 કરોડ ટનની માંગ સામે વર્તમાન વર્ષમાં ખાંડનું ઉત્પાદન 2.75થી 2.80 કરોડ ટન રહેવાનો અંદાજ છે.

ખાંડના મુખ્ય ઉત્પાદક રાજ્યો કર્ણાટક તથા મહારાષ્ટ્રમાં વરસાદની ખાધને કારણે શેરડીની ઉપજ તથા રિકવરી દર પર અસર જોવા મળી રહી છે.

ખાંડના ઉત્પાદનમાં ઘટના કિસ્સામાં ભાવમાં વધારો અટકાવવા સરકાર ખાંડની આયાતને ઉદાર બનાવી રહી છે.

વિશ્વ બજારમાં ખાંડના ભાવ ઘરઆંગણેના ભાવને સમાન આવી ગયા હોવાથી ટ્રેડરો દ્વારા ખાંડની આયાત કરવામાં ખાસ રસ દાખવાતા નહીં હોવાનું પણ બજારના સુત્રોએ જણાવ્યુ હતું.

ભારતમાં કાચી ખાંડની આયાત પડતર પ્રતિ કિલો રૂપિયા 41-42 આસપાસ થવા જાય છે, જે ઘરઆંગણેના ભાવ જેટલી જ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત