Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock Market: Sensex and Nifty closed flat amid narrow range volatility in the market

Stock Market: બજારમાં સાંકડી રેન્જમાં વધઘટની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ રહ્યાં

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Stock Market: બજારમાં સાંકડી રેન્જમાં વધઘટની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ રહ્યાં
સોર્સ : gstv

શેરબજારમાં આજે બેતરફી વધઘટની વચ્ચ સુધારો જોવા મળ્યો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે નવી લેવાલી નીકળી હતી. એના પછી હાઇ લેવલે પ્રોફિટ બૂકિંગ આવ્યું હતું. છેલ્લા બજાર બંધ થવાની છેલ્લી મિનિટોમાં ફરીથી લેવાલી જોવા મળી હતી. પણ ઓવર ઓલ આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. શેરબજારમાં સોમવારની અસલી રમત છેલ્લી 30 મિનિટમાં જોવા મળી હતી. આખો દિવસ બજાર ક્યારેક થોડું ઉપર, તો ક્યારેક થોડું નીચે ફરતું રહ્યું, પરંતુ ૩ વાગ્યા પછી ચિત્ર ઝડપથી બદલાવા લાગ્યું. ખાસ કરીને ક્લોઝિંગ ઓક્શન સેશન એટલે કે સીએએસ દરમિયાન નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટીના સ્તરમાં એવો ફેરફાર આવ્યો, જેણે ફરી એકવાર બજાર બંધ થવાની છેલ્લી મિનિટો પર રોકાણકારોનું ધ્યાન ખેંચી લીધું.

App Store

દિવસનો કારોબાર પૂરો થવા પર સેન્સેક્સ 43 પોઈન્ટના વધારા સાથે 78,542 પર બંધ થયો હતો. નિફ્ટી 13 પોઈન્ટ વધીને 24,584 પર બંધ થયો હતો. જ્યારે બેંક નિફ્ટી 60 પોઈન્ટ ઘટીને 57,687 પર રહ્યો હતો. મિડકેપ ઈન્ડેક્સમાં સારી મજબૂતી જોવા મળી હતી અને તે 392 પોઈન્ટ વધીને 63,856 પર બંધ થયો હતો.

અસલી વાત એ છે કે સીએએસ પછી નિફ્ટીના સ્તરમાં 24 પોઈન્ટનો બદલાવ આવ્યો. સેન્સેક્સમાં 63 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 81 પોઈન્ટનું એડજસ્ટમેન્ટ જોવા મળ્યું.

હવે સવાલ એ છે કે આખરે આ બધું થયું કેવી રીતે? આને ખૂબ જ સરળ ભાષામાં સમજો. 3 વાગ્યા પછી બજારમાં શું થયું? શેરબજારમાં છેલ્લો અડધો કલાકનો સમય અવારનવાર ઘણો મહત્વનો હોય છે. મોટા રોકાણકારો, ફંડ હાઉસ અને ટ્રેડર્સ પોતાની આખા દિવસની પોઝિશનને જુએ છે અને નક્કી કરે છે કે તેમણે શેર ખરીદવા છે, વેચવા છે કે પછી પોતાની પોઝિશન હળવી કરવી છે. આ જ કારણ છે કે 3 વાગ્યા પછી ઘણી વખત બજારની ચાલ અચાનક ઝડપી થઈ જાય છે.

આજે પણ કંઈક આવું જ જોવા મળ્યું. આખો દિવસ નિફ્ટી બહુ મોટી તેજી નહોતો બતાવી શક્યો. પરંતુ છેલ્લા અડધા કલાકમાં પસંદગીના શેરોમાં ખરીદી વધી અને બજાર લીલા નિશાન પર ટકી ગયું. જોકે, બેંકિંગ શેરોમાં દબાણ યથાવત રહ્યું હતું. એટલા માટે જ બેંક નિફ્ટી અંતમાં લાલ નિશાન પર બંધ થયો. ભારતીય શેરબજારમાં સોમવારે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન મર્યાદિત દાયરામાં કારોબાર જોવા મળ્યો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા અંગેની અનિશ્ચિતતા વચ્ચે નિફ્ટી૫૦ અને સેન્સેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા હતા.

સીએએસએ છેલ્લો ભાવ કેવી રીતે બદલ્યો?

હવે સીએએસને સરળ ભાષામાં સમજો. માની લો કે કોઈ શાકભાજી માર્કેટમાં સાંજે દુકાન બંધ થતા પહેલા એ નક્કી કરવું હોય કે આજે ટામેટાનો છેલ્લો સાચો ભાવ શું ગણવો.

જો છેલ્લા એક-બે ગ્રાહકો ખૂબ ઊંચા ભાવે ખરીદી કરી લે, તો માત્ર તે એક જ સોદાને આખા દિવસનો સત્તાવાર ભાવ માની લેવો યોગ્ય નથી. એટલા માટે એવો પ્રયત્ન કરવામાં આવશે કે છેલ્લી થોડી મિનિટોમાં જેટલા પણ ખરીદનારા અને વેચનારા છે, તેમના ઓર્ડર જોઈને એક એવો ભાવ કાઢવામાં આવે જ્યાં વધુમાં વધુ સોદા થઈ શકે.

શેરબજારમાં સીએએસ પણ લગભગ આ જ રીતે કામ કરે છે. 3:15 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે ખરીદી અને વેચાણના ઓર્ડર ભેગા થાય છે અને તેના આધારે છેલ્લો ક્લોઝિંગ પ્રાઇસ (બંધ ભાવ) નક્કી થાય છે.

આ જ પ્રક્રિયા પછી આજે નિફ્ટીમાં 24 પોઈન્ટનો તફાવત આવ્યો. સેન્સેક્સમાં 63 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં 81 પોઈન્ટનો બદલાવ થયો. એટલે કે, જે સ્તર તમને સીએએસ પહેલા સ્ક્રીન પર દેખાઈ રહ્યું હતું, તે જ બજારનો છેલ્લો સત્તાવાર બંધ ભાવ હોય તે જરૂરી નથી.

નિફ્ટી 24,600ની નીચે કેમ બંધ થયો?

આજે નિફ્ટી આખરે 24,584 પર બંધ થયો. એટલે કે 24,600નું સ્તર બચાવી શક્યો નહીં. આ તફાવત બહુ મોટો નથી, પરંતુ ટ્રેડર્સ માટે આવા સ્તરો ખૂબ મહત્વના હોય છે. સામાન્ય રોકાણકાર આને એ રીતે સમજી શકે છે કે બજાર પૂરી તાકાત સાથે ઉપર જઈ શક્યું નહીં.

જો ખરીદદારો ખૂબ મજબૂત હોત તો નિફ્ટી 24,600ની ઉપર ટકી શક્યો હોત. પરંતુ છેલ્લી ઘડીએ ખરીદી અને વેચવાલી લગભગ સરખી રહી, તેથી ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયો.

બજારમાં કોણ ચમક્યું, કોણ લપસ્યું?

નિફ્ટી 50માં એસબીઆઈ, આઈટીસી અને એટર્નલના શેર સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેરોમાં સામેલ રહ્યા હતા. ટોપ લૂઝર્સમાં ટીસીએસ, વિપ્રો સહિત આઈટીસી જેવા સ્ટોક્સ પણ સામેલ હતા. આ શેરોમાં 1 ટકાથી વધુ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

બીજી તરફ, દમદાર પરિણામોના જોરે ટાટા ગ્રુપની કંપની ટાઇટનનો શેર ટોપ ગેનર રહ્યો હતો. ટાઇટન 3 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો છે. આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, બજાજ ફાઇનાન્સ અને શ્રીરામ ફાઇનાન્સના શેરોમાં પણ 2-2 ટકાની તેજી નોંધાઈ હતી. સેક્ટોરલ પર્ફોર્મન્સ  પર નજર કરીએ તો રિયાલ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટરના શેરોમાં લેવાલી જોવા મળી હતી.

પીએસયુ બેંક સેક્ટર પર દબાણ

સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી પીએસયુ બેંક આશરે ૨% તૂટી ગયો હતો અને દિવસનું સૌથી ખરાબ પ્રદર્શન કરનાર સેક્ટર રહ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એફએમસીજીમાં પણ નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. બીજી તરફ, નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સેક્ટરોમાં સામેલ હતો.

બ્રોડર માર્કેટમાં જોશ

બજારમાં સુસ્તી વચ્ચે મિડકેપમાં મજબૂતી જોવા મળી હતી. પેટીએમ, હિટાચી એનર્જી જેવા સ્ટોક્સ 10-10 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.60% ના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપમાં 0.27% નો ઘટાડો નોંધાયો હતો.

200થી વધુ શેર 1 વર્ષની હાઈ સપાટી પરબજારમાં સુસ્ત કારોબાર વચ્ચે આશરે 240 શેરોએ બાવન અઠવાડિયાની (1 વર્ષની) સર્વોચ્ચ સપાટી બનાવી હતી. જોકે, 92 શેરોએ એક વર્ષનું સૌથી નીચું સ્તર પણ સ્પર્શ્યું હતું. આ દરમિયાન 15 શેરોમાં લોઅર સર્કિટ અને 13 શેરોમાં અપર સર્કિટ લાગી હતી. ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે 4645 શેરોમાં વેપાર થયો હતો, જેમાંથી 2225 શેર લીલા નિશાનમાં (વધારા સાથે) બંધ થયા હતા. સોમવારે માર્કેટ બંધ થયા પછી બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 494.22 લાખ કરોડ રૂપિયા રહ્યું  હતું.

બજાર માટે મહત્વના ટ્રિગર્સ કયા?

સ્થાનિક બજારો માટે ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની કિંમત એક મહત્વનું ટ્રિગર છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં તણાવ વચ્ચે ક્રૂડની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. પરિણામે, ભારતીય બજારોની દિશા ક્રૂડની મૂવમેન્ટ (ચાલ) ના આધારે નક્કી થઈ રહી છે.

હાલમાં યુએસ અને ઈરાન વચ્ચેની ડીલ અંગે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે બ્રેન્ટ ક્રૂડ 85 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. આ ઉપરાંત, ડૉલર સામે ભારતીય રૂપિયાની નબળાઈ પણ બજાર પર દબાણ લાવવાનું કામ કરી રહી છે.

એક્સપર્ટનો મત

એસબીઆઈ સિક્યોરિટીઝના હેડ (ટેકનિકલ એન્ડ ડેરિવેટિવ્ઝ રિસર્ચ) સુદીપ શાહના જણાવ્યા અનુસાર, નિફ્ટી માટે 24,750-24,800નો ઝોન મહત્વનો રેઝિસ્ટન્સ (અવરોધ) બનેલો રહેશે. જો ઇન્ડેક્સ 24,800ની ઉપર ટકવા જેવો બ્રેકઆઉટ આપે છે, તો આગળ 24,950 અને ત્યારબાદ 25,100ના સ્તર તરફ આગળ વધી શકે છે. બીજી તરફ, નીચેની બાજુએ 24,450-24,420નું સ્તર નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ ઝોન તરીકે કામ કરશે.

બજારમાં ભારે લે વેચ વચ્ચે મિડકેપ શેરોમાં મજબૂતી અને બેંકિંગમાં નબળાઈ જોવા મળી હતી, જ્યારે છેલ્લા 15 મિનિટમાં સીએએસએ ઇન્ડેક્સના ક્લોઝિંગમાં ફેરફાર કર્યો હતો. ઉપરછલ્લી શાંતિ છતાં, અંદરખાનેથી શેરના ભાવમાં 10% સુધીનો વધારો અને 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.