Gold Silver Price Today: ગઈકાલના કડાકા બાદ સોના-ચાંદીમાં જોરદાર રિકવરી, આજે ચાંદી ₹5,281 મોંઘી

ગઈકાલે નોંધાયેલા તળિયાના સ્તરમાંથી જોરદાર રિકવરી બાદ આજે સોના અને ચાંદીના બજારમાં મજબૂત તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓ આજે ગઈકાલના બંધ ભાવ સામે ઊંચા સ્તરે ખૂલી હતી અને દિવસ દરમિયાન ખરીદીનો માહોલ જળવાઈ રહ્યો હતો.
ગઈકાલનો નીચલો સ્તર અને ત્યારબાદ રિકવરી
ગઈકાલે સોનું એકસમયે 1,17,906 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગયું હતું, ત્યારબાદ રિકવરી બતાવીને 1,21,137 રૂપિયા પર બંધ થયું હતું. બીજી તરફ, ગઈકાલે ચાંદી પણ એકસમયે 1,36,712 રૂપિયાના નીચલા સ્તરે ગગડી ગઈ હતી. ત્યારપછી મજબૂત રિકવરી સાથે ચાંદી 1,42,517 રૂપિયા પર ક્લૉઝ થઈ હતી.
આજે સોનાની ચાલ: 1,22,970 ની ઊંચી સપાટી
ગઈકાલના 1,21,137 ના બંધ ભાવ સામે આજે સોનું 1,22,740 ના ઓપન ભાવે ખૂલ્યું હતું. આજના કારોબારમાં સોનાએ 1,22,970 નો હાઈ બનાવ્યો હતો, જ્યારે નીચલો સ્તર 1,22,471 નોંધાયો હતો. આજે સોનામાં કુલ 1833 રૂપિયાનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો.
આજે ચાંદીમાં ઉછાળો: 1,47,798 સુધી પહોંચી
ચાંદીમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ગઈકાલના 1,42,517 ના બંધ ભાવ સામે આજે ચાંદી 1,45,800 ના ભાવે ખૂલી હતી, જે આજનો નીચલો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ ચાંદી ઉછળીને આજના હાઈ 1,47,798 સુધી પહોંચી ગઈ હતી. આજે ચાંદીમાં એકઝાટકે 5281 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.










