Video: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અમેરિકન ટેરિફ, ફેડના સંકેત અને વૈશ્વિક તણાવથી બજાર પર દબાણ

કમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં બુધવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનું આશરે ત્રણ હજાર રૂપિયા ઘટીને 1 લાખ 19 હજાર 433 રૂપિયા પર આવ્યું છે, જ્યારે ચાંદી 6 હજાર 137 રૂપિયા તૂટીને 1 લાખ 39 હજાર 301 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 86 પોઈન્ટ 95 ડોલર ઘટીને 3 હજરા 476 પોઈન્ટ 55 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયુ છે. પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ અને અમેરિકાની નવી ટેરિફ ધમકીઓથી વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે. સાથે જ ડિસેમ્બરમાં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ એક વધારાની શક્યતા અને મજબૂત ડોલરના દબાણ હેઠળ કિંમતી ધાતુઓ ઘટી રહી છે. વૈશ્વિક સપ્લાય સરપ્લસની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઈલ પણ ઘટ્યું છે, પરંતુ હોર્મુઝ મુદ્દે જોખમ યથાવત છે.
જાહેરાત













