NSEએ ક્રિષ્ના, મનીષ પટેલ, કબીર અને નિશા સિંહ નામની વ્યક્તિઓની માર્કેટ ટિપ્સથી રોકાણકારોને કર્યા સાવધાન
એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે તેને અનધિકૃત વ્યક્તિઓ અને કંપનીઓના અહેવાલો પ્રાપ્ત થયા છે જ

એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે તેને અનધિકૃત વ્યક્તિઓ અને કંપનીઓના અહેવાલો પ્રાપ્ત થયા છે જે સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ આપવા અને શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતરનો દાવો કરે છે. નીચેના નામો એક્સચેન્જના ધ્યાન પર લાવવામાં આવ્યા છે.
1. “ગુડવિલ પ્રાઈવેટ લિમિટેડ” અને “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ” નામની કંપનીઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતાં વ્યક્તિ “ક્રિષ્ના” મોબાઈલ નંબર “6269447640” અને “6269445107” દ્વારા ઓપરેટ કરીને સિક્યુરિટીઝ માર્કેટ ટિપ્સ આપે છે અને શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપે છે.
આ પણ વાંચો: બિટકોઈનમાં મોટો ઉછાળો / ક્રિપ્ટોકરન્સી 94 હજાર ડોલરને પાર, $1 લાખનું લેવલ ક્રોસ કરવાની શક્યતા
રોકાણકારોને નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે કે એક્સચેન્જના રજિસ્ટર્ડ ટ્રેડિંગ મેમ્બર “ગુડવિલ વેલ્થ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ” એ NSEને જાણ કરી છે કે ઉપરોક્ત વ્યક્તિ અને એન્ટિટી તેમની સાથે કોઈપણ રીતે સંકળાયેલા નથી.
2. “મનિષ પટેલ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “8114479908” અને “8696466937” દ્વારા ઓપરેટ કરે છે તથા તેમની ટેલીગ્રામ ચેનલ “શ્રૃતિ ટ્રેડર” અને લિંક https://t.me/TRADERSHRUTI_SHRUTI_TRADERr દ્વારા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્રિત કરી રહ્યાં છે.
3. “કબીર” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9479602965” દ્વારા ઓપરેટ કરે છે
4. “કેર ગ્રોથ રિસર્ચ” નામની કંપની સાથે જોડાયાનો દાવો કરતા વ્યક્તિ “નિશા સિંહ” મોબાઈલ નંબર “8959693690” અને “9977762872” દ્વારા ઓપરેટ કરે છે
રોકાણકારો માટે સલાહ
રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ/એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટમાં સબસ્ક્રાઈબ ન કરવા, કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને સૂચિત કરવામાં આવે છે કોઈપણ વ્યક્તિ સાથે યુઝર આઈડી/પાસવર્ડ જેવાં ટ્રેડિંગ ક્રેડેન્શિયલ શેર કરવા નહીં.
અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ/એકમ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી. એક્સચેન્જે રજિસ્ટર્ડ મેમ્બર અને તેમના દ્વારા અધિકૃત કરાયેલા વ્યક્તિઓની વિગતો તપાસવા માટે તેની વેબસાઈટ “https://www.nseindia.com/invest/find-a-stock-broker” પર “Know/Locate your Stock Broker”ની સુવિધા પૂરી પાડી છે.
આ ઉપરાંત એક્સચેન્જમાં ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણા મેળવવા/તેમને ચૂકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે જણાવાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિ/એકમ સાથે વ્યવહાર કરતી વખતે તેમની વિગતો તપાસે.








