મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારે મચાવી ધમાલ, સેન્સેક્સમાં 1290 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ બન્યું રોકેટ

Stock Market news | શેરબજારમાં આજે ખુલતાંની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સ

શેરબજારે મચાવી ધમાલ, સેન્સેક્સમાં 1290 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ બન્યું રોકેટ

Stock Market news |  શેરબજારમાં આજે ખુલતાંની સાથે જ ધૂમ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી સતત ગગડી રહ્યા હતા પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના બાદ આજે સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે 1290 પોઇન્ટ ઉછળ્યો હતો. 

શું છે સ્થિતિ? 
મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો. અગાઉ 79117.11 પર બંધ થયા બાદ આજે ફરી એકવાર સેન્સેક્સ 80 હજારની સપાટી કૂદાવતા 80407.00 પોઇન્ટની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ રોકેટ જેવી સ્થિતિ દેખાઈ હતી. નિફ્ટી અગાઉ 23907.25 પર બંધ થયો હતો જે આજે સોમવારે 24312.50 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. આજે નિફ્ટીમાં એકઝાટકે 405 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો હતો.

આ પણ વાંચો સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, 7 દિવસમાં આટલા હજાર ભાવ વધ્યા

24,400ની સપાટી વટાવવી મુશ્કેલ

જોકે, નિષ્ણાતોએ કહ્યું છે કે નિફ્ટી માટે 24,400ની સપાટી પાર કરવી મુશ્કેલ બની શકે છે. એક વિશ્લેષકે કહ્યું, "ભાજપની જીત બજાર માટે સકારાત્મક સંકેત છે, પરંતુ આ વધારો કેટલો સ્થિર રહે છે તે જોવું મહત્ત્વપૂર્ણ છે."

સરકારના નિર્ણયો ભવિષ્યની દિશા નક્કી કરશે

જાણકારોનું માનવું છે કે બજારની તેજી ભાજપની જીતની અપેક્ષા પર આધારિત છે. જો કે, આ રેલીને જાળવી રાખવી સંપૂર્ણપણે સરકારી ખર્ચ અને વિકાસ યોજનાઓ પર નિર્ભર રહેશે. બજાર કઈ દિશામાં જશે તેનો નિર્ણય આગામી કેટલાક મહિનામાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી જ થશે.

આ સમાચાર શેર કરો