શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને અંદાજે 3 લાખ કરોડનું નુકસાન, સેન્સેક્સ-નિફ્ટી બંને લાલ નિશાન પર
સપ્ટેમ્બર મહિનાના છેલ્લો દિવસ અને નવા અઠવાડિયાની શરૂઆતના પહેલા દીવસે જ શેર

સપ્ટેમ્બર મહિનાના છેલ્લો દિવસ અને નવા અઠવાડિયાની શરૂઆતના પહેલા દીવસે જ શેરબજારમાં મોટો કડાકો બોલાયો. 30 સપ્ટેમ્બર એટલે કે આજે સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જેનાથી સેન્સેક્સ 84,550ના લેવલને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 250થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાતા તે પણ 25,890ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડાથી રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
સોમવારે બજાર કેવો રહ્યો?
સેન્સેક્સમાં અત્યાર સુધીમાં બજારની સ્થિતિની વાત કરીએ તો સેન્સેક્સના 30 શેર્સમાંથી 23માં કડાકો દેખાયો જ્યારે 7માં હજુ પણ તેજી દેખાઈ રહી છે. જ્યારે નિફ્ટી 50 શેર્સમાંથી 35માં કડાકો તો 15માં તેજી દેખાઈ. NSEના રિયલ્ટી સેક્ટર પણ જાણે ધડામ થઈ ગયું હતું. અગાઉ શુક્રવારે એટલે કે 27 સપ્ટેમ્બરે શેરબજારે સતત 8માં દિવસે ઓલ ટાઈમ હાઇની સપાટી બનાવી હતી.
એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં પણ 4.64%નો કડાકો બોલાઈ જતાં હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 2.23% વધ્યો હતો. બીજી બાજુ ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 5.18%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. 27 સપ્ટેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.33% વધીને 42,313 પર બંધ થયો હતો. Nasdaq 0.39% ઘટીને 18,119 પર આવી ગયો. S&P 500 પણ 0.13% ઘટીને 5,738 પર આવી ગયો. NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FII)એ 27 સપ્ટેમ્બરે રૂ. 1,209.10 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 6,886.65 કરોડના શેર ખરીદ્યા હતા.






