મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં તોફાની તેજી, રોકાણકારોને લાખો કરોડનો ફાયદો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ સોમવારે શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્

મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં તોફાની તેજી, રોકાણકારોને લાખો કરોડનો ફાયદો

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ સોમવારે શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં પીએસયુ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારમાં નિફ્ટી 346 પોઈન્ટ અથવા 1.45 ટકાના ઉછાળા સાથે 24,253 પર જ્યારે સેન્સેક્સ 1,069 પોઈન્ટ અથવા 1.35 ટકાના વધારા સાથે 80,186 પર બંધ થયો હતો. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપિટલમાં રૂ. 8.66 લાખનો ઉછાળો નોંધાયો હતો, ત્યારબાદ તે વધીને રૂ. 441.37 લાખ કરોડના સ્તરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: રોકાણકારો સાવધાન! NSEએ ચેતવણી બહાર પાડી કે અમીતકુમાર અને પ્રજ્જવલ નામના વ્યક્તિની ટીપ્સ કે ઓફરોથી સાવધ રહો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનની જીતથી રોકાણકારોનો સ્થિરતા અંગેનો વિશ્વાસ વધ્યો છે. તેમજ વૈશ્વિક બજારોમાંથી મળતા સકારાત્મક સંકેતોથી બજારને ટેકો મળ્યો હતો. આ ઉપરાંત ઇન્ડેક્સમાં હેવી વેઇટ દરાવનારા શેરો જેવા કે એચડીએફસી બેન્ક, રિલાયન્સ જેવા શેરોમાં મોટા પાયે લેવાલી આવતા તેમણે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

સેન્સેક્સના ટોપ ગેઇનર્સ

સેન્સેક્સ કંપનીઓમાં L&Tના શેર 4 ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા છે. તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકના શેર પણ નફામાં હતા.

સેન્સેક્સના ટોપ લૂઝર્સ

બીજી તરફ જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, મારુતિ, એશિયન પેઈન્ટ્સ અને એચસીએલ  ટેકના શેર બજારમાં ઉછાળા છતાં બંધ થયા હતા.

આ પણ વાંચો: અદાણી ગ્રૂપને ઝટકો/ ગ્રીન એનર્જીમાં 19.75 ટકા હિસ્સો ધરાવતી ફ્રાંસની કંપનીએ રોકાણ કરવાની ના પાડી

તમામ સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ

આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી પીએસયુ બેન્ક 4.16%ના ઉછાળા સાથે 6,779 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી બેન્ક 2.10% ની મજબૂતીની સાથે 52,208 ના સ્તર પર બંધ થયા છે. આ પછી નિફ્ટી ફાર્મા 0.98% મજબૂત થઈને 22,177 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી ઓટો 0.69% ના વધારા સાથે 23,716 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી આઇટી ઇ 0.66% વધીને 43,618 ના સ્તર પર બંધ થયો.

શેરબજારમાં આજે તેજીનું કારણ

જીઓજિત ફાયનાન્સિયલના મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે  જણાવ્યું હતું કે,  શુક્રવારના રોજ નિફ્ટીમાં 557 પોઈન્ટના ઉછાળામાં બજારને આશ્ચર્યચકિત કરવાની સંભાવના સ્પષ્ટ થઈ હતી. મહારાષ્ટ્રમાં એનડીએના પ્રદર્શનને કારણે આ તીવ્ર વધારો આજે પણ ચાલુ રહ્યો હતો. બજાર તરફથી  આ ચૂંટણીનો રાાજનીતિક સંદેશ ખૂબ મટો અને સકારાત્મક છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિક્રમી સંખ્યામાં બેઠકો જીતીને શાનદાર પ્રદર્શન કર્યું, પાર્ટીની આગેવાની હેઠળના શાસક મહાયુતિ ગઠબંધનને જંગી વિજય અપાવ્યો, જ્યારે ઝારખંડમાં શાનદાર પ્રદર્શનને પગલે ઈન્ડિયા બ્લોક જેએમએમ સત્તામાં પરત ફર્યું.

આ પણ વાંચો: અદાણી ગ્રુપ દ્વારા લાંચ કેસમાં કાનૂની ઘમસાણ મચ્યુંઃ શું ગૌતમ અદાણી અમેરિકી અદાલતમાં હાજર થશે?

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની પ્રચંડ જીત બાદ ભારતીય શેરબજારમાં ઉછાળાના કારણ પર પ્રકાશ ફેંકતા, માસ્ટર કેપિટલ સર્વિસીસના ડિરેક્ટર પલ્કા અરોરા ચોપરાએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. "આ મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ રાજકીય સ્થિરતા પ્રદાન કરે તેવી અપેક્ષા છે, જે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર હકારાત્મક અસર કરશે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ અને સરકારની નીતિઓને અનુરૂપ ઉત્પાદન ક્ષેત્રોમાં."

તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રમાં સ્થિરતા શેરબજારને વેગ આપી શકે છે. આનાથી વ્યવસાય તરફી નીતિઓ ચાલુ રાખવાને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધશે. "ખાસ કરીને અગાઉના જોડાણમાં ફેરફાર પછીની અનિશ્ચિતતા પછી."

આ સમાચાર શેર કરો