મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

રોકાણકારો સાવધાન! NSEએ ચેતવણી બહાર પાડી, આ નામના વ્યક્તિઓની ટીપ્સ કે ઓફરોથી સાવધ રહો

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના ધ્યાનમાં આવ્યું છે કે તેને અનધિકૃત વ્યક્તિઓ અને કંપનીઓના અહેવાલો પ

રોકાણકારો સાવધાન! NSEએ ચેતવણી બહાર પાડી, આ નામના વ્યક્તિઓની ટીપ્સ કે ઓફરોથી સાવધ રહો

નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના ધ્યાનમાં આવ્યું છે કે તેને અનધિકૃત વ્યક્તિઓ અને કંપનીઓના અહેવાલો પ્રાપ્ત થયા છે જે સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ આપવા અને શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક વળતરનો દાવો કરે છે. નીચે મુજબના નામ પર એક્સચેન્જનું ધ્યાન દોરવામાં આવ્યું છે:

  1. “અમિત કુમાર” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “8003047295” અને ટેલીગ્રામ ચેનલ “ઇન્ડિયા સ્ટોક માર્કેટ ટિપ્સ” અને તેની લિંક “t.me/INDIA_STOCK_MARKET_TIPPER” દ્વારા સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ, શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર તથા રોકાણકારોને તેમના લોગઇન આઇડી/પાસવર્ડ શેર કરીને રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ડ હેન્ડલ કરવાની ઓફર કરે છે.
  2. “પ્રજ્જવલ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9171240159” અને “અર્નિંગરિસર્ચ” નામની કંપની દ્વારા ઓપરેટ કરીને સિક્યોરિટીઝ માર્કેટ ટિપ્સ, શેરબજારમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર તથા રોકાણકારોને તેમના લોગઇન આઇડી/પાસવર્ડ શેર કરીને તેમના ટ્રેડિંગ એકાઉન્ડ હેન્ડલ કરવાની ઓફર કરે છે.

રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સંકેતાત્મક/ખાતરીપૂર્વકના/બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ કે એકમ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ કે પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને સૂચિત કરવામાં આવે છે તે કોઇપણ વ્યક્તિ સાથે તેમના યુઝર આઇડી/પાસવર્ડ જેવાં ટ્રેડિંગ ક્રેડેન્શિયલ શેર કરવા નહીં. અત્રે એ પણ નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ મેમ્બરના સભ્ય તરીકે અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલ નથી.

આ પણ વાંચો : અદાણી ગ્રુપ દ્વારા લાંચ કેસમાં કાનૂની ઘમસાણ મચ્યુંઃ શું ગૌતમ અદાણી અમેરિકી અદાલતમાં હાજર થશે?

એક્સચેન્જે રજિસ્ટર્ડ મેમ્બર અને તેમના દ્વારા અધિકૃત કરાયેલા વ્યક્તિઓની વિગતો તપાસવા માટે તેની વેબસાઈટ પર “https://www.nseindia.com/invest/find-a-stock-broker” લિંક હેઠળ “Know/Locate your Stock Broker”ની સુવિધા પૂરી પાડી છે. આ ઉપરાંત એક્સચેન્જમાં ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી નાણાં મેળવવા/તેમને ચૂકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ તરીકે જણાવાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ રજૂ કરવામાં આવ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિ/એકમ સાથે વ્યવહાર કરતી વખતે તેમની વિગતો તપાસે.

એક્સચેન્જ દ્વારા ઇશ્યૂ કરાયેલી પ્રેસ રિલિઝની એકીકૃત યાદી એનએસઇની વેબસાઇટ ઉપર “https://www.nseindia.com/invest/advisory-for-investors” લિંક હેઠળ ઉપલબ્ધ છે.

આવી પ્રતિબંધિત સ્કીમમાં ભાગ લેતા રોકાણકારો માટે આ કૃત્ય તેમના પોતાના જોખમે તથા કિંમતે રહેશે અને આવી સ્કીમના કોઈપણ પરિણામો એક્સચેન્જ દ્વારા મંજૂર કે માન્ય કરવામાં આવતા નથી.

રોકાણકારો એ પણ ધ્યાનમાં લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિખવાદો માટે નીચે મુજબના કોઈપણ નિરાકરણો રોકાણકારોને ઉપલબ્ધ રહેશે નહીઃ

  1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકાર સુરક્ષાના લાભો
  2. એક્સચેન્જ ડિસ્પ્યુટ રિસોલ્યુશન મિકેનિઝમ
  3. એક્સચેન્જ દ્વારા સંચાલિત ઇન્વેસ્ટર ગ્રીવન્સ રિડ્રેસલ મિકેનિઝમ

રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા માટે સલાહ આપવામાં આવે છે.

આ સમાચાર શેર કરો