મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અમદાવાદ બજારમાં ચાંદીનો ભાવ વિક્રમી ટોચે પહોંચ્યો, જાણો સોના પર શું પડી અસર

ભારત તરફથી તહેવાર તથા લગ્નસરાની માગના ટેકા સાથે વિશ્વ બજારમાં સોનાચાંદ

અમદાવાદ બજારમાં ચાંદીનો ભાવ વિક્રમી ટોચે પહોંચ્યો, જાણો સોના પર શું પડી અસર

ભારત તરફથી તહેવાર તથા લગ્નસરાની માગના ટેકા સાથે વિશ્વ બજારમાં સોનાચાંદીના ભાવ સપ્તાહના અંતે ઊંચા મથાળે સ્થિર ટકી રહ્યા હતા. અમેરિકામાં શટડાઉનથી ઊભી થયેલી રાજકીય અનિશ્ચિતતાએ પણ કિંમતી ધાતુમાં માગને ટેકો પૂરો પાડયો છે. આજે અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે ચાંદી રૂ. 500 વધીને રૂ. 1,49,000ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા. અમેરિકામાં ક્રૂડ તેલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે સપ્તાહ અંતે ક્રૂડ તેલમાં ઘટાડો અટકયો હતો. 

અમદાવાદ અને મુંબઈ બજારમાં સોના-ચાંદીનો ભાવ

અમદાવાદ બજારમાં સોનુ 99.90 પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,21,500 જ્યારે 99.50ના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1,21,200 કવોટ થયા હતા. ચાંદી .999 એક કિલોના રૂપિયા 1,49,000 બોલાયા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં 99.90 દસ ગ્રામ સોનાના જીએસટી વગર ભાવ રૂપિયા 1,16,954 મુકાયા હતા. જીએસટી સાથે ભાવ 3% ઊંચા મુકાયા હતા.  99.50 સોનાના દસ ગ્રામ દીઠ જીએસટી વગર રૂપિયા 1,16,486 બોલાયા હતા. જીએસટી સાથે ભાવ 3% ઊંચા મુકાયા હતા. ચાંદી .999 એક કિલોના જીએસટી વગર રૂપિયા 1,45,610 રહ્યા હતા. જીએસટી સાથે ભાવ 3% ઊંચા મુકાયા હતા. 

તહેવારો અને શટડાઉનની પડી અસર

દશેરા બાદ હવે ભારત ખાતેથી દિવાળી અને લગ્નસરાની માગ નીકળતા વૈશ્વિક સોનાચાંદીને  ટેકો મળી રહે છે. અમેરિકામાં શટડાઉનથી અર્થતંત્ર પર અસર પડવાની ચિંતાએ પણ ઊંચા મથાળે ભાવ ટકવામાં સફળ રહ્યા છે. વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ મોડી સાંજે 25 ડોલર વધી 3882 ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ 47.70 ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં સપ્તાહ અંતે આકર્ષણ રહ્યું હતું અને ભાવ 28 ડોલર વધી પ્રતિ ઔંસ 1605 ડોલર મુકાયા હતા. પેલેડિયમમાં પણ ઔૅસ દીઠ 1255 ડોલર કવોટ થયા હતા. 

ગયા સપ્તાહે અમેરિકામાં ક્રુડ તેલનું ઉત્પાદન ઘટયું હોવાના અહેવાલે ઘટતા ભાવ અટક્યા હતા અને સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ  60.90 ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ 64.52 ડોલર મુકાયું હતું.

આ સમાચાર શેર કરો