Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex rose 223 points in the last hour, Nifty closed at 24894 in stock market

Stock Market: છેલ્લા કલાકમાં સેન્સેક્સ 223 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24,894ની સપાટીએ બંધ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Stock Market: છેલ્લા કલાકમાં સેન્સેક્સ 223 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24,894ની સપાટીએ બંધ
સોર્સ : GSTV

શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર વાપસી થઈ. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 24,800ની નીચે સરકી ગયો. જો કે, બપોર સુધીમાં બજારમાં નોંધપાત્ર રિકવરી થઈ, જેના કારણે બંને સૂચકાંકો લીલા નિશાનમાં આવી ગયા. સેન્સેક્સ 80,972 પર અને નિફ્ટી 24,823 પર સુધર્યો. આ ઉછાળો મેટલ શેરોમાં ખરીદી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, સરકારી મૂડી ખર્ચની અપેક્ષાઓ અને વૈશ્વિક બજારોમાં મજબૂતાઈને કારણે થયો હતો.

App Store

બજારની શરૂઆત પર નકારાત્મક અસર 

એશિયન બજારોમાં મિશ્ર વલણો વચ્ચે, ભારતીય શેરબજારો શુક્રવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, નીચા સ્તરે ખુલ્યા. એફએમસીજી અને આઇટી શેરોમાં વેચવાલીનું દબાણ બજારને નીચે ખેંચી ગયું. એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંકમાં પ્રોફિટ બુકિંગની પણ બજારની શરૂઆત પર નકારાત્મક અસર પડી. ગુરુવારે અગાઉ, દશેરા અને ગાંધી જયંતિને લઈ બજાર બંધ હતું.

માર્કેટની આવી રહી હાલત

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે 80,884,.14ના સ્તરે ખુલ્યો. સવારે 9:25 વાગ્યે, તે 102.11 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 80,881.20ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)નો નિફ્ટી 50 પણ 24,759.55 પર ખુલ્યો. સવારે 9:25 વાગ્યે, તે 47.85 પોઈન્ટ અથવા 0.19 ટકા ઘટીને 24,786.65 પર બંધ રહ્યો.

બજારની આ રિકવરી પાછળ હતા પાંચ મુખ્ય કારણો

(1) મેટસ શેરોમાં જોરદારલેવાલીઃ મેટલ શેરોમાં લેવાલીની વચ્ચે ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો, અને જેએસડબલ્યુ સ્ટીલ જેવા શેરોએ બજારનો મૂડ બદલી નાંખ્યો. ટાટા સ્ટીલ લગભગ ત્રણ ટકા જેવો વ ધ્યો હતો અને નિફ્ટીનો ટોપ ગેનર રહ્યો હતો. હકીકતમાં, એવા અહેવાલો છે કે યુરોપિયન યુનિયન (ઇયુ) સ્ટીલ આયાત ક્વોટા અડધો કરવા અને નિર્ધારિત મર્યાદા કરતાં વધુ આયાત પર 50 ટકા ડ્યુટી લાદવાનું વિચારી રહ્યું છે. આની ભારતીય કંપનીઓ પર મર્યાદિત અસર પડશે, પરંતુ ટાટા સ્ટીલના યુરોપિયન યુનિટને ફાયદો થઈ શકે છે.

(2) કેપિટલ ખર્ચનો બુસ્ટર ડોઝઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે પુનરોચ્ચાર કર્યો કે સરકાર મૂડી ખર્ચ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતની અર્થવ્યવસ્થા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8 ટકાના દરે વૃદ્ધિ પામી, જે પાંચ ક્વાર્ટરમાં સૌથી ઝડપી છે. આનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડી માલ કંપનીઓને પ્રોત્સાહન મળ્યું.

(3) ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડોઃ ક્રૂડ ઓઇલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટીને 16 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા. યુએસ શટડાઉનના ભય અને OPEC+ સપ્લાયમાં વધારો થવાની અપેક્ષાએ તેલના ભાવ પર દબાણ લાવ્યું. ભારત જેવા આયાતકાર દેશો માટે આ એક સ્વાગત રાહત છે, કારણ કે તેનાથી આયાત બિલ અને ફુગાવો બંને ઘટશે.

(4) વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતઃ એશિયન બજારોમાં જાપાનના નિક્કી અને દક્ષિણ કોરિયાના કોસ્પી મજબૂત રહ્યા. ગુરુવારે યુએસ બજારો રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા, ટેકનોલોજી શેરો અને દર ઘટાડાની અપેક્ષાઓથી તેજી આવી. આ વૈશ્વિક વલણોએ ભારતીય રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો.

(5) મૂલ્ય ખરીદી અસર: સતત આઠ દિવસના ઘટાડા પછી, રોકાણકારોએ સોદાના ભાવે પસંદગીના શેર ખરીદ્યા. આનાથી બજારની રિકવરીને ટેકો મળ્યો.

વૈશ્વિક બજારોની સ્થિતિ

એશિયાઇ બજારોમાં શુક્રવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કી  0.42 ટકાના વધારા સાથે કામકાજ કરી રહ્યો હતો. સપ્ટેમ્બરમાં દેશનો બેરોજગારી દર વધીને 2.6 ટકા થયો, જે 2.4ટકાના અંદાજ કરતાં વધુ સારો છે. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.17 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. દરમિયાન મુખ્ય ભૂમિ ચીન અને દક્ષિણ કોરિયાના બજારો રજાઓ માટે બંધ હતા. દરમિયાન યુએસમાં મુખ્ય વોલ સ્ટ્રીટ સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા, જેનું નેતૃત્વ ટેકનિકલ ક્ષેત્રમાં થયેલા વધારાને કારણે થયું. જો કે, યુએસ સરકારનું શટડાઉન બીજા દિવસે પ્રવેશી રહ્યું હોવાથી રોકાણકારો ખાનગી શ્રમ બજારના ડેટા પર નજીકથી નજર રાખી રહ્યા છે. ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટ 0.39 ટકા વધ્યો, વ્યાપક S&P 500 માં સામાન્ય 0.06 ટકાનો વધારો થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.17 ટકાનો વધારો થયો.