મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Gold-Silver Price: ચાંદી ₹14,387નો રેકોર્ડબ્રેક ઉછાળા સાથે 2,54,000ને પાર, નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે?

Silver and Gold Price News : સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખા

Gold-Silver Price: ચાંદી ₹14,387નો રેકોર્ડબ્રેક ઉછાળા સાથે 2,54,000ને પાર, નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે?

Silver and Gold Price News : સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14,387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં 2,54,174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી. 

સોનામાં પણ તેજીનો માહોલ

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું 1,39,873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરૂઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ 1,40,444 રૂપિયાની સપાટીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ઐતિહાસિક તેજીને કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે? 

નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ 300000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,60,000ને પાર થઇ શકે છે.  

આ સમાચાર શેર કરો