Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold, Silver Price: Stormy rise in gold and silver prices, this much increase in a week

Gold, Silver Price: સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી, અઠવાડિયામાં આટલો વધારો ઝીંકાયો

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gold, Silver Price: સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી, અઠવાડિયામાં આટલો વધારો ઝીંકાયો
સોર્સ : GSTV

Gold, Silver Price: સોના અને ચાંદીની કિંમતોમાં ગત સપ્તાહમાં તોફાની તેજી જોવા મળી છે. એક સપ્તાહમાં સોનાનો ભાવ છ હજાર રૂપિયા વધ્યો. જ્યારે ચાંદીની કિંમતોમાં તો રેકોર્ડબ્રેક 28 હજાર રૂપિયાનો ઉછાળો નોંધાયો
 
સોનું ઑલ ટાઈમ હાઈ 
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો આ અઠવાડિયે 6,177 વધ્યો. 10 ગ્રામ સોનાની કિંમત હવે 1,37,956 રૂપિયા છે. આ માર્કેટના ઈતિહાસમાં સોનાનો સૌથી ઊંચો ક્લોઝિંગ પ્રાઈસ છે. 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,26,368 રૂપિયા થયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 98,834 રૂપિયા છે.

App Store

ચાંદીની કિંમતોમાં ઐતિહાસિક તેજી
બીજી તરફ ચાંદીની કિંમતો સતત ઑલ ટાઈમ હાઈ પર છે. એક જ સપ્તાહમાં ચાંદીના ભાવમાં 28,040 રૂપિયાનો વધારો નોંધાયો છે. સપ્તાહની શરૂઆતમાં ચાંદીનો ભાવ 2,00,067 રૂપિયા હતો. જે હવે વધીને 2,28,107 રૂપિયા છે. વૈશ્વિક સ્તર પર અસ્થિરતા, ટેરિફ અને યુદ્ધના કારણે વધતાં તણાવના કારણે ચાંદીની કિંમતો વધી રહી છે. સાથે સાથે ચાંદીનો ઔદ્યોગિક ઉપયોગ પણ વધી રહ્યો છે. સોલાર પેનલથી લઈને ઈલેક્ટ્રોનિક સાધનોમાં ચાંદીનો ઉપયોગ થાય છે. બીજી તરફ તેનો પુરવઠો સીમિત છે. જેના કારણે ચાંદીની કિંમતો વધી રહી છે. જાણકારોનું માનવું છે કે ચાંદીની કિંમતોમાં હજુ પણ ઘણો ઉછાળો જોવા મળશે.