મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

પોતાનું ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સામાન્ય માણસ મૂંઝવણમાં!

ઘરનું ઘર ખરીદવું એ લગભગ મોટા ભાગના લોકોનું સપનું હોય છે. ભારતીય રિઝર્વ બેંકે

પોતાનું ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સામાન્ય માણસ મૂંઝવણમાં!

ઘરનું ઘર ખરીદવું એ લગભગ મોટા ભાગના લોકોનું સપનું હોય છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષે વ્યાજ દરમાં 1.25 ટકાનો ઘટાડો કર્યો છે. જેના પગલે બેંકોએ હોમ લોન સસ્તી કરી છે, જેના કારણે ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા લોકોમાં પોતાના સપનાનું ઘર લેવાની ઉત્સુક્તા વધી છે. 

છેલ્લા કેટલાક વર્ષમાં મોટા શહેરોમાં પ્રોપર્ટીની ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં મકાન લેવુ એ તો સામાન્ય માણસના ગજા બહારની વાત છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉભો થાય કે ઘર ખરીદવું વધુ ફાયદાકારક છે કે ભાડાના મકાનમાં રહેવું વધુ યોગ્ય છે? આ મામલે ચાલો વિગતવાર જાણકારી મેળવીએ.

હોમ લોન સાથે મકાન ખરીદવાના ફાયદા

જ્યારે કોઈ વ્યક્તિ હોમ લોનથી ઘર ખરીદે છે, ત્યારે તેને લાંબા સમય સુધી નિયમિતપણે અમુક ચોક્કસ રકમમાં EMI ભરવાનો હોય છે. જેમાં સામાન્ય રીતે 15થી 20 વર્ષ સુધીની સમયમર્યાદા હોય છે. આમ લોન ક્લિયર થયા બાદ જે-તે વ્યક્તિનું પોતાનું મકાન થઈ જાય છે. આ દરમિયાન સમય સાથે મકાનની કિંમતમાં પણ વધારો થાય છે. આમ, આવી સંપત્તિનો ફાયદો એ છે કે, જરૂરત પડતા તેને વેચી શકાય અથવા તો ભાડા પર રાખી શકાય છે. નિષ્ણાતો અનુસાર, પોતાનું ઘર હોવાથી રહેવામાં સ્વતંત્રતા મળે છે અને લોકો પોતાની પંસદ અનુસાર ઘરમાં ફેરફાર કરી શકે છે. જોકે, લોન પર ઘર લેવામાં લાંબા સમય સુધી EMI ચૂંકવવો પડે છે.

ભાડાના મકાનમાં રહેવાના ફાયદા 

ભાડાના મકાનમાં રહેનારા લોકો લાંબા સમય સુધી ચાલનારા EMIનું ભારણ ઝીલી શકતા નથી. જેમાં તેમના માસિક બજેટ પર અસર પડે છે. આ સાથે મિલકતની જાળવણી સહિતની બાબતમાં સામાન્ય રીતે મકાન માલિકની જવાબદારી હોય છે, તેથી ભાડૂઆતને તેમના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી.

આ ઉપરાંત, જે લોકોને નોકરીમાં વારંવાર શહેર બદલવાની સ્થિતિ ઉભી થાય છે, તેમના માટે ભાડાનું મકાન વધુ ફાયદાકારક છે. કારણ કે દરેક શહેરમાં પોતાનું ઘર ખરીદવું શક્ય હોતુ નથી. તેવામાં ટ્રાન્સફર થવાથી સરળતાથી નવી જગ્યાએ ભાડાનું મકાન લઈ શકાય છે. 

આમ, ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું તે વ્યક્તિના આર્થિક સગવડ, નોકરી, સહિતની બાબતો પર નિર્ભર રહે છે.  

આ સમાચાર શેર કરો