મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજાર/ સેન્સેક્સ નિફ્ટી પર નફારૂપી વેચવાલીનો માર, નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં તેજી- ITમાં મંદી

મંગળવારે શેરબજારની શરૂઆત તેજીથી થઈ પરંતુ અંતે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી પ્રોફિટ બુકિંગના કારણે નબળાઈ પર બંધ

શેરબજાર/ સેન્સેક્સ નિફ્ટી પર નફારૂપી વેચવાલીનો માર, નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં તેજી- ITમાં મંદી

મંગળવારે શેરબજારની શરૂઆત તેજીથી થઈ પરંતુ અંતે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી પ્રોફિટ બુકિંગના કારણે નબળાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 188 પોઈન્ટ ઘટીને 74483 પોઈન્ટના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 39 પોઈન્ટ ઘટીને 22605 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, શ્રીરામ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ શેરબજારના ટોપ ગેનર્સમાં સામેલ છે, જ્યારે ટેક મહિન્દ્રા મહત્તમ નરમાઈ દર્શાવનારા શેરોમાં સમાવિષ્ટ છે.

મંગળવારે નિફ્ટી સેક્ટરલ ઈન્ડેક્સ નિફ્ટી મિડ કેપ 100, નિફ્ટી આઈટી, નિફ્ટી બેન્ક, નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ હતી જ્યારે નિફ્ટી ઓટો લગભગ બે ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. મંગળવારે બીએસઇ સેન્સેક્સ 79 પોઈન્ટના વધારા સાથે 74,750 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22 પોઈન્ટના વધારા સાથે 22666 પોઈન્ટ પર ખુલ્યો હતો.

પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટ ઘટ્યું હતું

મંગળવારે દિવસભરના કામકાજ દરમિયાન શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગના કારણે બજાર લાલ નિશાન પર પહોંચી ગયું હતું. મંગળવારે શેરબજારમાં કારોબારની ઝડપી શરૂઆત થઈ હતી. આ દરમિયાન નિફ્ટીએ 22,800 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત નિફ્ટીમાં 22,680ના સ્તરે થઈ હતી. જ્યારે તેમાં 22,800ની ઊંચી અને 22,662ની નીચી સપાટી જોવા મળી હતી.

મલ્ટિબેગર શેરની સ્થિતિ

શેરબજારના રોકાણકારોને મલ્ટિ-બેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરીએ તો, BSE લિમિટેડ, એશિયન પેઇન્ટ્સ અને ONGCના શેરમાં વધારો નોંધાયો હતો જ્યારે વિપ્રો, એચડીએફસી બેન્ક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લાર્સન એન્ડ ટુબ્રો અને એચસીએલ ટેક નબળાઈ પર બંધ થયા.

આ સમાચાર શેર કરો