મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં અટકી નથી રહી વેચવાલી, રોકાણકારોને લાખો કરોડોનું નુકસાન

ભારતીય શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવાર,

શેરબજારમાં અટકી નથી રહી વેચવાલી, રોકાણકારોને લાખો કરોડોનું નુકસાન

ભારતીય શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવાર, 12 નવેમ્બર, 2024ના ટ્રેડિંગ સેશનમાં, ભારતીય બજાર સવારે ઉછાળા સાથે ખુલ્યું. પરંતુ દિવસના કારોબાર દરમિયાન બેન્કિંગ, એફએમસીજી, ઓટો અને એનર્જી સેક્ટરના શેરમાં જોરદાર વેચવાલીથી બજાર ફરી સપાટ થઈ ગયું હતું. સેન્સેક્સ 79000ની નીચે અને નિફ્ટી 24000ની નીચે સરકી ગયો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 821 પોઈન્ટના ઘટાડા સાથે 78,675 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 257 પોઈન્ટના ઘટાડા સાથે 23,883 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ વાંચો: દેશમાં અમીર રાજ્યોની રેસમાં મહારાષ્ટ્ર ટોચ પર, જાણો ગુજરાતનું શું છે સ્થાન

રોકાણકારોને રૂ. 6 લાખ કરોડનું નુકસાન થયું છે

બજારમાં તીવ્ર ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 436.59 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 442.54 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 5.95 લાખ કરોડનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: USAમાં ચૂંટણી બાદ ક્રિપ્ટો કરન્સીમાં અધધ તેજી, બિટકોઈનમાં રેકોર્ડ બ્રેક રિટર્ન નોંધાયું

સેક્ટરોલ અપડેટ

આજના કારોબારમાં સૌથી વધુ ઘટાડો બેન્કિંગ, એફએમસીજી, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે. માત્ર આઈટી અને રિયલ એસ્ટેટ શેરો જ ઉછાળા સાથે બંધ થયા છે. નિફ્ટી બેન્ક 718 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 600 અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 233 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા છે.

આ સમાચાર શેર કરો