SBIના ગ્રાહકોને ઝટકો/કાર- હોમ લોન મોંઘી થશે, જોઈ લો નવા વ્યાજદર
આરબીઆઈએ સતત આઠ વખત રેપો રેટ જાળવી રાખ્યા હોવા છતાં દેશની ટોચની બેન્ક એસબીઆઈએ એમસીએલઆ

આરબીઆઈએ સતત આઠ વખત રેપો રેટ જાળવી રાખ્યા હોવા છતાં દેશની ટોચની બેન્ક એસબીઆઈએ એમસીએલઆર રેટમાં વધારો કર્યો છે. જેનાથી તેના કરોડો ગ્રાહકોના ખિસ્સા પર બોજો વધશે. એસબીઆઈએ એમસીએલઆર રેટમાં 0.10 ટકા સુધી વધારો કરતાં હોમ લોન અને કાર લોન હવે મોંઘી થશે. વ્યાજના નવા દરો 15 જુલાઈથી લાગૂ થશે.
એસબીઆઈના બેઝ લેન્ડિંગ રેટ એમસીએલઆર હવે 8.10થી 9 ટકા સુધી છે. ઓવરનાઈટ એમસીએલઆર રેટ 8.20 ટકા કર્યો છે. એસબીઆઈએ એમસીએલઆરમાં 0.05 ટકાથી વધારી 0.10 ટકા સુધી રેટ વધારો કર્યો છે. જેની સીધી અશર હોમ લોન અને કાર લોનના ઈએમઆઈ પર થશે. એમસીએલઆર રેટ વધતાં નવી લોન મોંઘી થશે.
એસબીઆઈની લોન માટેના નવા વ્યાજદર
| વિગત | વર્તમાન દર (%) | નવા દર (%) |
| ઓવરનાઈટ | 8.1 | 8.1 |
| એક મહિનો | 8.3 | 8.35 |
| ત્રણ મહિનો | 8.3 | 8.4 |
| છ મહિનો | 8.65 | 8.75 |
| એક વર્ષ | 8.75 | 8.85 |
| 2 વર્ષ | 8.85 | 8.95 |
| 3 વર્ષ | 9.95 | 9 |
એસબીઆઈના બેન્ક એફડી રેટ્સ
| વિગત | વ્યાજદર | વરિષ્ઠ નાગિરકો માટે વ્યાજદર |
| 7 દિવસથી 45 દિવસ | 3.5 | 4 |
| 46થી 179 દિવસ | 5.5 | 6 |
| 180થી 210 દિવસ | 6 | 6.5 |
| 211 દિવસથી 1 વર્ષ | 6.25 | 6.75 |
| એકથી બે વર્ષ | 6.8 | 7.3 |
| બેથી ત્રણ વર્ષ | 7 | 7.5 |
| ત્રણથી પાંચ વર્ષ | 6.75 | 7.25 |
| 5 વર્ષથી 10 વર્ષ | 6.5 | 7.5 |






