મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

RBIએ વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ, ક્યાંક તમારુ ખાતું નથીને?

ભારતીય રિઝર્વ બેંક(RBI)એ વધુ એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાઓના અભાવે મુંબઈ સ્થિત સ

RBIએ વધુ એક બેંકનું લાઇસન્સ કર્યું રદ, ક્યાંક તમારુ ખાતું નથીને?

ભારતીય રિઝર્વ બેંક(RBI)એ વધુ એક સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાઓના અભાવે મુંબઈ સ્થિત સિટી કો-ઓપરેટિવ બેન્કનું લાઈસન્સ આરબીઆઈએ રદ કર્યું છે. આ સાથે આરબીઆઈએ મહારાષ્ટ્રના સહકારી કમિશનર અને કોઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ આપ્યો છે. 

87 ટકા ખાતેદારોને ડિપોઝિટની પૂરેપૂરી રકમ પરત મળશે

RBI અનુસાર, કો-ઓપરેટિવ બેંકની બેંકિંગ કામગીરી 19 જૂન, 2024થી બંધ કરી દેવામાં આવી છે. થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી માત્ર રૂ. 5 લાખ સુધીનો વીમો મેળવવા માટે હકદાર હશે. બેંક દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા અનુસાર, લગભગ 87 ટકા થાપણદારો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે.

તાજેતરમાં રિઝર્વ બેંકે પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મુંબઈ સ્થિત સહકારી બેન્ક પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાઓ ન હોવાનું જણાવતાં તેના કામકાજ પર પ્રતિબંધ લાદ્યો છે. વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે બેન્ક પોતાના ખાતેદારોની સંપૂર્ણ ચૂકવણી કરવા અસમર્થ છે. તેણે જનહિત પર પ્રતિકૂળ અસરો ન પડે તે માટે લાયન્સ રદ કરવાની સાથે સિટી કો-ઓપરેટિવ બેન્કના સંપૂર્ણ બિઝનેસ પર પ્રતિબંધ લાદ્યો છે. તાજેતરમાં રિઝર્વ બેંકે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં સ્થિત પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે.

આ સમાચાર શેર કરો