મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મંદિરો-ચેરિટેબલ ટ્રસ્ટ કોઈપણ પ્રતિબંધ વિના Mutual Fund અને Bondમાં રોકાણ કરી શકશે, સરકારનો મોટો નિર્ણય!

હવે ટ્રસ્ટો અને મંદીરોના પૈસા માત્ર બેન્કમાં જ નહીં પરંતુ Mutual Fu

મંદિરો-ચેરિટેબલ ટ્રસ્ટ કોઈપણ પ્રતિબંધ વિના Mutual Fund અને Bondમાં રોકાણ કરી શકશે, સરકારનો મોટો નિર્ણય!

હવે ટ્રસ્ટો અને મંદીરોના પૈસા માત્ર બેન્કમાં જ નહીં પરંતુ  Mutual Fundમાં પણ રોકી શકાશે. મહારાષ્ટ્ર સરકારે જાહેર ટ્રસ્ટો અને મંદિરોને મોટી રાહત આપી છે. પહેલા જ્યાં ટ્રસ્ટો અને મંદિરોને તેમના પૈસા ફક્ત બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં રાખવા પડતા હતા, હવે તેઓ તેમના કુલ ભંડોળના 50% સુધી  Mutual Fund અને ચોક્કસ સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકે છે.

ચેરિટી કમિશનરે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેનાથી હવે દર વખતે અલગ પરવાનગી મેળવવાની ઝંઝટ દૂર થઈ ગઈ છે. રોકાણ માટે ખુલ્લા વિકલ્પોમાં  Mutual Fund,  ETF,Index Fund અને કેટલાક સુરક્ષિત Corporate Bondનો સમાવેશ થાય છે. અત્યાર સુધી, મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 હેઠળ, ટ્રસ્ટ ફક્ત બેંક ડિપોઝિટ, સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસમાં જ પૈસા જમા કરાવી શકતા હતા. અન્ય કોઈપણ રોકાણ માટે, તેમને અલગથી મંજૂરી લેવી પડતી હતી. 

AA રેટિંગ્સવાળા કોર્પોરેટ્સ બોન્ડ્સ અને  ETFમાં પણ રોકાણનો ઓપ્શન

નવી સિસ્ટમ હેઠળ, દરેક કિસ્સામાં અલગ પરવાનગી લેવાની જરૂર નથી. ટ્રસ્ટ હવે Exchange Traded Fund(ETF) અને Index Fundમાં પણ રોકાણ કરી શકે છે. જે સરકાર દ્વારા નિર્ધારિત સેન્સેક્સ, નિફ્ટી અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ સૂચકાંકોને ટ્રેક કરે છે. ટ્રસ્ટને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટસ એટલે કે દેવાકીય સાધનોમાં રોકાણની મંજૂરી આપવામાં આવી છે. આમાં એવા કોર્પોરેટ બોન્ડ્સનો સમાવેશ થાય છે જે લિસ્ટેડ છે અથવા લિસ્ટિંગની પ્રક્રિયામાં છે, જેમની પાકતી મુદત ઓછામાં ઓછી 3 વર્ષની છે અને સેબી-રજિસ્ટર્ડ બે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરફથી ઓછામાં ઓછી AA રેટિંગ ધરાવે છે.

રસ્તા, પુલ જેવા મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલા ફંડ્સમાં પણ રોકાણનો વિકલ્પ 

હવે ટ્રસ્ટો તેમના નાણાં વધુ સ્થળોએ રોકાણ કરી શકે છે. તેઓ બેંકોના ખાસ બોન્ડ, સરકારી ગેરંટીવાળી સિક્યોરિટીઝ અને મોટી કંપનીઓના શેરમાં પણ રોકાણ કરી શકે છે.તેની સાથે જ તે આવા ફંડ્સમાં પણ નાણાનું રોકાણ કરી શકે છે. આ નવા નિયમનો હેતુ ટ્ર્સ્ટોને વધારે ઓપ્શન આપવાનો અને કમાણી વધારવાનો છે. 

મહારાષ્ટ્રમાં ઘણા મંદિરો અને ચેરિટેબલ ટ્રસ્ટ અત્યાર સુધી તેમના પૈસા ઓછા વ્યાજ દરે બેંક ડિપોઝિટમાં રાખતા હતા. હવે ટ્રસ્ટ વારંવાર પરવાનગી લીધા વિના Mutual Fund અને અન્ય વિકલ્પોમાં તેમના પૈસાનું રોકાણ કરી શકશે. પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે આ પ્રકારના રોકાણમાં કુલ નાણાંનો માત્ર અડધો ભાગ જ રોકાણ કરવો જોઈએ, બાકીના જૂના નિયમો અનુસાર રાખવામાં આવશે. આનાથી મહારાષ્ટ્રના ઘણા ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોને ફાયદો થશે અને તેમના નાણાં વધુ સારી રીતે કામ કરશે.

આ સમાચાર શેર કરો