શેરબજારમાં રોકાણ કરવામાં ટોપ પર છે ગુજરાત, પરંતુ રાજ્યની મહિલા રોકાણકારોની સંખ્યામાં નથી કોઈ વૃદ્ધિ
મહિલા સશક્ત બનતા હવે તે નાણાકીય બજારોમાં પણ ઝંપલાવી રહી છે. નાણાકીય બજારોમાં મહિલાઓનો હિસ્સો છેલ્લા

મહિલા સશક્ત બનતા હવે તે નાણાકીય બજારોમાં પણ ઝંપલાવી રહી છે. નાણાકીય બજારોમાં મહિલાઓનો હિસ્સો છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વધી રહ્યો છે. જોકે, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં મહિલા રોકાણકારોની સ્થિતિ યથાવત રહી છે. તેમાં કોઈ વૃદ્ધિ જોવા મળી નથી.
આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે, IPOમાં થઇ રહ્યું છે સૌથી વધુ રોકાણ
SBI Ecowrap રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022થી મહિલા રોકાણકારોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 3 વર્ષમાં મહિલા રોકાણકારોની સંખ્યા 1.3 ટકા વધી 23.9 ટકા થઈ છે. જે નાણાકીય વર્ષ 2021-22માં 22.6 ટકા હતી. જે નાણાકીય સ્વતંત્રતા સાથે મહિલાઓ રોકાણ મામલે પણ જાગૃત્ત બની હોવાનો સંકેત આપે છે.
નાના રાજ્યોમાં મહિલા રોકાણકારોની સંખ્યા વધી
શેરબજાર, આઈપીઓ સહિત નાણાકીય બજારમાં સૌથી વધુ રોકાણ કરતાં મોટા રાજ્યોની તુલનાએ નાના રાજ્યોની મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં મહિલા રોકાણકારોનો હિસ્સો ગોવામાં 2.2 ટકા વધી 32 ટકા થયો છે. જ્યારે ચંદીગઢ 31.6 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે. જોકે, આ શહેરોમાં રોકાણકારોની સંખ્યા મોટા રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત કરતાં ઘણી ઓછી છે.






