મૂહર્ત ટ્રેડિંગ પહેલા સતત બીજા દીવસે નિફ્ટી અને સેન્સેક્સમાં ગાબડાં
મુહૂર્ત ટ્રેડિંગ પહેલા સતત બીજા દિવસે શેરબજારમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સેન્

મુહૂર્ત ટ્રેડિંગ પહેલા સતત બીજા દિવસે શેરબજારમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે અડધા ટકાનો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે, નિફ્ટી 135.50 પોઈન્ટ અથવા 0.56% ઘટીને 24,205.35 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 553.12 પોઈન્ટ અથવા 0.69% ઘટીને 79,389.06 પર બંધ થયો. આજે સવારે બંને સૂચકાંકો સપાટ સ્તરે ખુલ્યા હતા. નિફ્ટી 9 પોઈન્ટના વધારા સાથે 24350 ના સ્તર પર ખુલ્યો હતો જ્યારે સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 80045 ના સ્તર પર ખુલ્યો હતો.
આજના ટોપ ગેઇનર્સ
આજના ટ્રેડિંગમાં સૌથી વધુ વધારો એલ&ટીના શેરમાં નોંધાયો છે. આ 6.28% વધીને 3,622ના સ્તરે બંધ થયા છે. આ પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 0.78% ઘટીને રૂ. 2,729 પર બંધ થયો હતો. જ્યારે, પાવર ગ્રીડ 0.74% વધીને 320.80 ના સ્તરે બંધ રહ્યો હતો. આ સિવાય જેએસડબલ્યુ સ્ટીલનો શેર 0.67%ના ઉછાળા સાથે રૂ. 963.65 પર બંધ થયો હતો.
આજના ટોપ લૂઝર્સ
આજે ટેક મહીન્દ્રાના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ શેર 4.53 ટકા ઘટીને 1609ની સપાટીએ બંધ રહ્યો હતો. ત્યારબાદ એચસીએલ ટેકનોલોજીનો શેર 3.96 ટકા ઘટીને 1766ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટીસીએસ, 2.85 ટકા ઘટીને રૂ. 3,968ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ફોસિસનો શેર 2.49 ટકા ઘટીને રૂ. 1757ની સપાટીએ બંધ રહ્યો હતો.
આઇટીમાં મોટો ઘટાડો
આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી આઈટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી, તેથી તે 3.03% ઘટીને 40,408ના સ્તરે બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી બેન્ક 0.64% નબળો પડીને 51,475ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી ઓટો 0.34% ઘટીને 23,515ના સ્તર પર બંધ થયો. નિફ્ટી મેટલ 0.17% ઘટીને 9,327ના સ્તર પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે નિફ્ટી મીડિયામાં મહત્તમ વધારો 1.82% હતો, જે 2019ના સ્તર પર બંધ થયો હતો.








