મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

GST સુધારાને કારણે બજાર વધ્યું પણ તેજી ગુમાવી, સેન્સેક્સ 150 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24734 પર બંધ રહ્યો

એશિયન બજારોમાં સકારાત્મક વલણ અને GST સુધારાની જાહેરાતને કારણે ગુરુવારે (4 સપ્ટેમ્બર) ભારતીય શેરબજાર ઊંચા સ

GST સુધારાને કારણે બજાર વધ્યું પણ તેજી ગુમાવી, સેન્સેક્સ 150 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24734 પર બંધ રહ્યો

એશિયન બજારોમાં સકારાત્મક વલણ અને GST સુધારાની જાહેરાતને કારણે ગુરુવારે (4 સપ્ટેમ્બર) ભારતીય શેરબજાર ઊંચા સ્તરે બંધ થયા હતા. જોકે, આઇચી અને પીએસયુ બેંક શેરોમાં વેચવાલીથી અંતે બજારની ગતિ ધીમી પડી ગઈ. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરની આગેવાનીમાં ઓટો શેરોમાં આવેલી તેજીએ બજારને વધારા સાથે બંધ થવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલે બે સ્લેબ સાથે નવા માળખાને મંજૂરી આપી છે. આની બજારની ભાવનાઓ પર સકારાત્મક અસર પડી. આ નિર્ણયની સૌથી મોટી અસર ઓટો અને FMCG શેરો પર જોવા મળી.

30 શેરો વાળા BSE સેન્સેક્સ 81,456.67 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તેમાં 700 પોઈન્ટનો ઉછાળો આવ્યો. જોકે, અંતે તે 150.30 પોઈન્ટ અથવા 0.19 ટકાના વધારા સાથે 80,718.01 પર બંધ થયો.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-૫૦ પણ 24,980.75 પર મજબૂત વધારા સાથે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 24,980.75 પોઈન્ટની ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીએ પહોંચ્યો. અંતે, તે 19.25 પોઈન્ટ અથવા 0.08 ટકાના વધારા સાથે ૨24,734.30 પર બંધ થયો.

બેન્ચમાર્ક ઇન્ડેક્સથી વિપરીત, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે ખરાબ પ્રદર્શન કર્યું. BSE મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.60 ટકાનો ઘટાડો થયો.

આ સમયગાળા દરમિયાન, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં 452.8 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 451.5 લાખ કરોડ રૂપિયા થયું. આના કારણે રોકાણકારોને એક જ દિવસમાં 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.

પહેલી નજરે ભલે એવું લાગે કે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે બંધ રહ્યા હતા. બપોરે 11:30 વાગ્યે બજારો ઉપલા લેવલેથી ઘટવાના શરૂ થયા વળી પાછા રિકવર થયા પરંતુ એક વાગ્યાથી ફરી ઘટવાના શરૂ થયા તેમાં તે ત્રણ કારણોસર ઘટતા અટકી નહતા શક્યા તેના કારણે સેન્સેક્સ ઉપલા લેવલેથી 800 અને નિફ્ટી ઉપલા લેવલેથી 270 પોઈન્ટ ઘટ્યો હતો.

ઘટાડાના કારણો

પ્રાઇસ-ઇન રેલી પર પ્રોફિટ બુકિંગ: GST સુધારાના થીમ પર ઓટો-FMCG પહેલાથી જ તેજીમાં હતાં; પરંતુ પ્રોફીટ બુકિંગ ઉપલા સ્તરેથી આવ્યું. બ્રોડર માર્કેટની નબળાઈ - મિડકેપ-સ્મોલકેપમાં તીવ્ર ઘટાડાથી માર્કેટ બ્રેડ્થ નબળી હતી. સેક્ટરલ રોટેશન આઈટી, મેટલ, એનર્જી શેરોમાં સપ્લાય વધ્યો, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં નીતિગત સ્પષ્ટતાનો અભાવ જોવા મળ્યો, તેના કારણે આ શેરોમાં તેજી આગળ વધતા અટકી ગઈ હતી. ડોલર સામે રૂપિયો 88.15ના સ્તરે બંધ રહ્યો હતો. ડોલરની મજબુતાઈના કારણે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતાને ઝાટકો લાગ્યો હતો. 

FII દ્વારા વેચવાલીનો મારો સતત ચાલુ

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ આજે બજારમાં મોટા પાયે વેચવાલી કરી હતી. વિદેશી રોકાણકારોએ 1,666 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ 2,495 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા ખેંચી રહ્યા છે, જે ગયા વર્ષના મોટા આઉટફ્લો જેટલું છે. યુએસ ટેરિફ અને નબળા કોર્પોરેટ નફા અંગે રોકાણકારોને ચિંતા થઈ રહી છે.

નિષ્ણાતો માને છે કે GST સુધારા અને સરકારી નાણાકીય નીતિઓ વૃદ્ધિને મજબૂત બનાવશે, પરંતુ વૈશ્વિક અને ટેરિફ સંબંધિત જોખમો બજારને અસ્થિર રાખશે. નિફ્ટી 24,350-24,500ની વચ્ચે ડબલ બોટમ બનાવી રહ્યો છે અને 24,770ના સ્તરથી ઉપર પાછા ફરવાથી બજારમાં મોટી તેજી આવી શકે છે.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ

નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે ફાયદો મહીન્દ્રા એન્ડ મહીન્દ્રાના શેરને થયો હતો અને તેના શેરમાં છ ટકા સુધીની તેજી જોવા મળી હતી. આ પછી, બજાજ ફાઇનાન્સમાં 4.29 ટકા, એપોલો હોસ્પિટલમાં 2.12 ટકા, બજાજ ફિનસર્વમાં 1.84 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 1.49 ટકાનો વધારો જોવા મળ્યો.

નિફ્ટી 50ની કંપનીઓમાં, ટાટા કન્ઝ્યુમરને સૌથી વધુ નુકસાન થયું, જે 3.02 ટકા ઘટ્યું. આ પછી, એચડીએફસી લાઇફ 2.86 ટકા, વિપ્રો 1.84 ટકા, મારુતિ સુઝુકી 1.78 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 1.73 ટકા વધ્યા.

સેક્ટરલ ઇન્ડેક્સ

શેરબજારમાં વધારો થવા છતાં, મોટાભાગના સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. સૌથી મોટો ઘટાડો નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં જોવા મળ્યો, જે 1.72 ટકા ઘટ્યો. આ પછી, નિફ્ટી પીએસયુ બેંક 1.11 ટકા ઘટ્યો, નિફ્ટી એનર્જી 0.99 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.96 ટકા, નિફ્ટી આઇટી 0.94 ટકા, નિફ્ટી રિયલ્ટી 0.78 ટકા, નિફ્ટી મીડિયા 0.68 ટકા ઘટ્યા હતા.

GSTમાં ઘટાડાને કારણે, ઓટો સેક્ટરમાં સૌથી વધુ વધારો થયો અને નિફ્ટી ઓટો 0.85 ટકાના વધારા સાથે બંધ થયો. આ પછી, નિફ્ટી ગ્રોથ સેક્ટરમાં 0.74 ટકા અને નિફ્ટી FMCGમાં 0.24 ટકાનો વધારો જોવા મળ્યો.

વૈશ્વિક બજારોનો સંકેત

ગુરુવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી હતી. વોલ સ્ટ્રીટ પર ટેક શેરોમાં તેજી બાદ આ વધારો જોવા મળ્યો હતો. તેનાથી નાસ્ડેક કમ્પોઝિટ અને S&P 500 મજબૂત થયા હતા. જોકે, આર્થિક ચિંતાઓએ રોકાણકારોના સેન્ટિમેન્ટને દબાણ હેઠળ રાખ્યા હતા.

જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.57 ટકા વધ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.67 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.45 ટકા વધ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.16 ટકા વધ્યો હતો, જ્યારે ચીનનો CSI 300 લગભગ સ્થિર હતો.

અમેરિકામાં બુધવારે રાત્રે વોલ સ્ટ્રીટના મુખ્ય ઇન્ડેક્સમાં તેજી નોંધાઇ હતી. ટેક-હેવી નાસ્ડેક કમ્પોઝિટ 1 ટકા વધ્યો, જ્યારે S&P 500 0.5 ટકા વધ્યો. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં ઉછાળાને કારણે આ તેજી જોવા મળી. વધુમાં, રોકાણકારો અપેક્ષા રાખે છે કે ફેડરલ રિઝર્વ આ મહિનાના અંતમાં વ્યાજ દરમાં ઘટાડો કરશે.

આ સમાચાર શેર કરો