મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

GST 2.0 પછી શેરબજારમાં કેટલા ફેરફારો થશે, રોકાણકારોને આનાથી કેટલો ફાયદો મળશે? કયા ક્ષેત્રમાં છે સૌથી વધુ સંભાવના?

ઓટો સેક્ટરમાં આ વ્યૂહાત્મક GST રાહત વિવિધ શ્રેણીઓમાં માંગમાં 5-10% વધારો આપી શકે છે, જેના

GST 2.0 પછી શેરબજારમાં કેટલા ફેરફારો થશે, રોકાણકારોને આનાથી કેટલો ફાયદો મળશે? કયા ક્ષેત્રમાં છે સૌથી વધુ સંભાવના?

ઓટો સેક્ટરમાં આ વ્યૂહાત્મક GST રાહત વિવિધ શ્રેણીઓમાં માંગમાં 5-10% વધારો આપી શકે છે, જેના કારણે ઓટો શેર બજારમાં તેજીનું નેતૃત્વ કરી રહ્યા છે. GST રાહતનો અંતિમ લાભ સામાન્ય માણસને મળશે.

GST કર માળખામાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે અને ગુરુવારે શેરબજારે પણ તેના પર પ્રતિક્રિયા આપી દીધી છે. બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઉચ્ચ સ્તરે ખુલ્યા. એક તબક્કે નિફ્ટી 24,950ના સ્તરને પાર ટ્રેડ થયો. ઓટો શેરોમાં તોફાની તેજી જોવા મળી.

GST 2.0 બાદ શેરબજારે રૂપ બદલ્યું છે અને ઘણા સેક્ટરમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં પરિવર્તનો આવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા GSTમાં કરાયેલા મોટા ફેરફારોથી 48,000 કરોડ રૂપિયાનો મહેસૂલી લાભ થશે. સરકારના આ પ્રયાસથી સેન્સેક્સ અને નિફ્ટી તાજેતરની મંદીમાંથી બહાર નીકળી ગયા છે. 

GST કર માળખાનું પુનર્ગઠન

સરકારે જટિલ ચાર-સ્તરીય GST કર માળખાને દૂર કરીને ભારતના GSTને ધરમૂળથી સરળ બનાવ્યું છે. અપેક્ષા મુજબ, જે ઉત્પાદનો પર અગાઉ 28% અને 12% GSTના દર લાગતા હતા તે હવે અનુક્રમે 18% અને 5% કરવામાં આવ્યા છે. આ આ સરળીકરણથી ગ્રાહકોને તાત્કાલિક ખર્ચ લાભ મળશે અને વિવિધ ક્ષેત્રોમાં માંગમાં વધારો થવાની પણ શક્યતા છે.

તેના મહત્ત્વ પર બોલતા, જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ક્રાંતિકારી GST સુધારા અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા છે અને તેનાથી ઘણા ક્ષેત્રોને ફાયદો થયો છે. ઝડપથી વિકાસ પામી રહેલા અર્થતંત્રમાં વપરાશમાં મોટો વધારો થવાની સંભાવના ખૂબ મોટી હશે અને તે આશ્ચર્યજનક પણ હોઈ શકે છે.

ઓટોમોબાઈલ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો કેમ થઈ રહ્યો છે?

GST સુધારા પછી ઓટોમોટિવ ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે કારણ કે ટેક્સ સ્લેબમાં ફેરફારથી ઓટો સેક્ટરને મહત્તમ લાભ મળવાનો છે. બ્રોકરેજ હાઉસ જેફરીઝે જણાવ્યું હતું કે 350 સીસીથી ઓછી ક્ષમતાવાળા ટુ-વ્હીલર પર GST સ્લેબ 28% થી ઘટાડીને 18% અને નાની કાર પર પણ 18% કરવાથી માંગમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે, જે ટીવીએસ, મારુતિ વગેરે માટે સંભવિત રીતે સકારાત્મક છે. એસયુવી પરના ટેક્સમાં 50% થી 40% ઘટાડો, જેમાં સેસનો સમાવેશ થાય છે, તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે એક આશ્ચર્યજનક મોટા સકારાત્મક સમાચાર છે. ખાસ કરીને રસપ્રદ વાત એ છે કે ગ્રામીણ-કેન્દ્રિત વિસ્તારોને આનો કેટલો ફાયદો થશે.

એમકેના વિષ્લેષણથી જાણ થાય છે કે, ટ્રેક્ટર અને કૃષિ મશીનરી પર GST 12 ટકાથી ઘટીને પાંચ ટકા થઈ ગયો છે. તેની અસર એ થશે કે માંગમાં મોટો વધારો થશે. આટલો મોટો ઘટાડો ખેડૂતોના ખરીદી ખર્ચમાં સીધો ઘટાડો કરે છે અને સામર્થ્યમાં વધારો કરે છે, જેનાથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસ્કોર્ટ્સ જેવી કંપનીઓ મુખ્ય લાભાર્થી બનશે.

રિસર્ચ ફર્મના અંદાજ મુજબ ઓટો સેક્ટરમાં આ વ્યૂહાત્મક GST દરમાં  રાહતથી વિવિધ કેટેગરીમાં માંગમાં 5-10%નો વધારો થઈ શકે છે, જેના કારણે ઓટો શેર બજારમાં તેજીનું નેતૃત્વ કરી રહ્યા છે.

ઓટો શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી, જેમાં મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા  7% ના વધારા સાથે અગ્રણી સ્થાને રહ્યા. આઇશર મોટર્સ, ટીવીએસ, બજાજ ઓટો અને હીરો મોટોકોર્પના શેરમાં 1-2% નો વધારો નોંધાયો.

FMCG સેક્ટરમાં મોટી રાહત

GST દર ઘટાડાનો બીજો સૌથી મોટો લાભાર્થી FMCG ક્ષેત્ર છે, જેને અપેક્ષા કરતાં વધુ રાહત મળી છે. કોટક સિક્યોરિટીઝના ફંડામેન્ટલ રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે લગભગ તમામ ખાદ્ય ચીજોને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. (બિસ્કિટ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ન્યુટ્રિશન, નમકીન, ઇન્સ્ટન્ટ કોફી, ચોકલેટ, આઈસ્ક્રીમ, ફળોના રસ, સોસ અને ચીઝ) પરના GST દર 18%/12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે અને પસંદગીના દૈનિક દરોમાં ઘટાડાનો બીજો સૌથી મોટો લાભાર્થી FMCG ક્ષેત્ર છે, જેને અપેક્ષા કરતાં વધુ રાહત મળી છે.

લગભગ તમામ ખાદ્ય પદાર્થો (બિસ્કિટ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પોષક, નાસ્તો, ઇન્સ્ટન્ટ કોફી, ચોકલેટ, આઈસ્ક્રીમ, ફળોના રસ, સોસ અને પનીર) પર GSTના દર 18 ટઅને 12 કાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે અને દૈનિક આવશ્યક વ્યક્તિગત સંભાળ શ્રેણીઓ (સાબુ, શેમ્પૂ, વાળના તેલ અને ટૂથપેસ્ટ) પર GST દર 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે.  જેફરીઝે કહ્યું કે આ "મોટે ભાગે આ અણધાર્યું" હતું, જે તેને "કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ, ખાસ કરીને કોલગેટ, બ્રિટાનિયા, નેસ્લે, ત્યારબાદ એચયુએલ, જીસીપીએલ, મેરિકો, ડાબર, પતંજલિ માટે સકારાત્મક" બાબત છે. આ વસ્તુઓની શ્રેણી સ્પષ્ટ કરે છે કે રોકાણકારોનો FMCG શેરોમાં રસ કેમ વધી રહ્યો છે.

સિમેન્ટ ક્ષેત્રની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ થઈ છે

સિમેન્ટ ક્ષેત્ર પર GST દર 28% થી ઘટાડીને 18% કરીને, રોકાણકારોની જૂની ચિંતા દૂર થઈ છે. આ માંગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. જેફરીઝે જણાવ્યું હતું કે GST દરમાં 10%નો ઘટાડો કરવાથી વેચાણમાં થોડો વધારો થશે, પરંતુ ભાવ વધારા માટે પણ સંભવિત અવકાશ બનશે, જ્યાં ક્ષેત્રમાં નફામાં વધારો થઈ શકે છે. આગામી સમયમાં સિમેન્ટના શેરોના ભાવમાં વધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો