Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Pan masala cigarette will get expensive with 40 percent special gst

હવે પાન-મસાલા ખાવા પડશે મોંઘા, GST કાઉન્સિલે લીધો મોટો નિર્ણય; આ વસ્તુઓ પર લાગશે 40 ટકા સ્પેશિયલ ટેક્સ

Timeછેલ્લું અપડેટ : 04 Sept 2025
લાઇવ ટીવીGoogle News
હવે પાન-મસાલા ખાવા પડશે મોંઘા, GST કાઉન્સિલે લીધો મોટો નિર્ણય; આ વસ્તુઓ પર લાગશે 40 ટકા સ્પેશિયલ ટેક્સ
સોર્સ : Google

GST કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે GST માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો ચાલો જાણીએ કયા કયા ઉત્પાદનો પર 40 ટકા GST લાદવામાં આવ્યો.

App Store

આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST

  • સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
  • પાન મસાલા
  • સિગારેટ, ગુટખા
  • ચાવવાની તમાકુ
  • જરદા
  • એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
  • વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ
  • લક્ઝરી કાર
  • ફાસ્ટ ફૂડ

આ ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદવા ઉપરાંત અલગથી સેસ પણ લાગી શકે છે.